શિશુના મજબૂત હાડકા માટે આ 5 તેલથી કરો માલિશ,એક્ટિવ રહેવાની સાથે થશે સારો ગ્રોથ
મસાજ બાળકને સક્રિય રાખવાની સાથે મસાજ હાડકાંને મજબૂત કરવામાં કારગર છે. આજકાલ બજારમાં ઘણા પ્રકારના બેબી મસાજ તેલ ઉપલબ્ધ છે. જેમાંથી ઘણા રસાયણો હોય છે. આ તેલ બાળકની ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તે 5 પ્રકારના તેલ વિશે જે બાળકને સારું પોષણ આપવાની સાથે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબદામ તેલ- આ તેલથી બાળકને નિયમિત માલિશ કરવાથી તેનો રંગ સુધરે છે અને વાળ કાળા અને ઘટ્ટ બને છે. બદામના તેલમાં વિટામીન E ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે બાળકના હાડકાને મજબૂત કરવાની સાથે સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે.
નારિયેળ તેલ- નારિયેળ તેલમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે શિશુના શરીરની જકડન દૂર કરીને ત્વચાને પોષણ આપે છે.
તલનું તેલ સ્કિનને પોષણ આપવાની સાથે બ્લડ સર્કુલેશન સારૂ કરે છે. જે ઇન્ફેકશનથી બચાવે છે. તલનું તેલ વિટામિન ઇ, વિટામિન બી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જેનાથી સ્કિનની રંગત પણ સુધરે છે અને નિખાર આવે છે.
સરસવનું તેલ બાળકના સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવે છે. આ તેલથી માલિશ કરવાથી બાળકના શરીરને પણ હૂંફ મળે છે.
બાળકને ઓલિવ ઓઈલથી માલિશ કરવાથી બાળકના હાડકા મજબૂત બને છે અને શરીરનો વિકાસ યોગ્ય રીતે થાય છે. આ તેલ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે બાળકના શરીરને સક્રિય રાખવામાં પણ મદદ કરે છે.