સતરંગી ડ્રેસ પહેરીને ગાર્ડનમાં મસ્તી કરતી દેખાઇ જ્હાન્વી કપૂર, તસવીરોમાં જુઓ અંદાજ
મુંબઇઃ બૉલીવુડ અભિેનેત્રી જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સપ્તરંગી આઉટફિટ પહેરીને એકદમ કલરફૂલ દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હાન્વી કોઇ ગાર્ડનમાં રંગબેરંગી ટ્યૂબ ટૉપ અને ટાઇટ બ્રાઉઝર પહેરેની ઉછળકૂદ કરીને આમ તેમ ફરી રહી છે. તસવીરોમાં આ અલ્હડ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
જ્હાન્વીને નેચર સાથે ખુબ લગાવે છે, અને આ તસવીરો જોઇને તમે આસાનીથી આ વાતનો અંદાજો લગાવી શકો છો. જ્હાન્વીને જ્યારે મોકો મળે છે ત્યારે તે હર્યાભર્યા વાતાવરણમાં પોતાનો ટાઇમ સ્પેન્ડ કરવાનો મોકો નથી ચૂકતી.
આ પહેલા પણ જ્હાન્વીએ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે દોસ્તો સાથે ટ્રેકિંગની મજા લેતી દેખાઇ હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી છેલ્લે ફિલ્મ રુહીમાં દેખાઇ હતી. આ ફિલ્મ કંઇક ખાસ કમાલ ન હતી કરી શકી.
જ્હાન્વી હવે પોતાની આગામી ફિલ્મોમાં દેખાશે, જેમાં ગુડ લક કેરી, દોસ્તાના 2 જેવી ફિલ્મો સામેલ છે. જેનુ શૂટિંગ હાલ ચાલી રહ્યુ છે.