મોમ બનવા જઇ રહેલી આલિયા ભટ્ટ No મેકઅપ લૂકમાં સ્ટુડિયો બહાર થઇ સ્પોટ, જુઓ તસવીરો
Alia Bhatt : આલિયા ભટ્ટ મુંબઈના એક ડબિંગ સ્ટુડિયોની બહાર ગુલાબી પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી હતી. ડ્રેસમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાતો હતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. પરંતુ આ દિવસોમાં અભિનેત્રી તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાનો આનંદ માણી રહી છે. અભિનેત્રી શુક્રવાર, 7 ઓક્ટોબર 2022 ના રોજ મુંબઈમાં ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી.
પિંક કલરના પ્રિન્ટેડ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. ડ્રેસમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાતો હતો.
અભિનેત્રીએ ગુલાબી ડ્રેસ સાથે ખૂબ જ કમ્ફર્ટ સફેદ કલરનું સ્લીપર પહેર્યું હતું અને પોનીટેલ બનાવી હતી. જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આ દરમિયાન અભિનેત્રી કમ્પિલટ નો મેકઅપ લુકમાં હતી.
તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીરે આ વર્ષે આરકે હાઉસમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન એક પ્રાઈવેટ વેડિંગ ફંક્શન હતું.
લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના બે મહિના બાદ આલિયાએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીના સારા સમાચાર આપ્યા હતા.
હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
આ ફિલ્મે માત્ર 4 અઠવાડિયામાં જ વર્લ્ડ વાઈડ 425 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે તે 2022ની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, જેમાં આલિયા અને રણબીર સિવાય અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય જેવા કલાકારો છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે, જેનો પહેલો ભાગ રિલીઝ થઈ ગયો છે.