ટીવી હોટ એક્ટ્રેસ મૌની રોય જેની સાથે લગ્ન કરવા જઇ રહી છે, કોણ છે એ સુરજ નાબિયાર? માતાએ બોયફ્રેન્ડના પરિવાર સાથે શું કરી વાત
ફેમસ ટીવી એક્ટ્રેસ મૌની ટૂંક સમયમાં લગ્ન કરનાર છે. મૌનીએ તેમના બોયફ્રેન્ડની મુલાકાત તેમની મમ્મી સાથે કરાવી હતી. મૌની રોય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૌની રોય ટૂંક સમયમાં જ તેમના બોયફ્રેન્ડ સાથે સાત ફેરા લેશે તેવી ચર્ચાં એક્ટિંગની દુનિયામાં ચાલી રહી છે. મૌનીએ તેમનો બોયફ્રેન્ડ સૂરજ નાબિયારની મુલાકાત તેમના પરિવાર સાથે કરાવી હતી.
મૌનીનો બોયફ્રેન્ડ સુરજ નાબિયાર દુબઇનો બિઝનેસ મેન છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ મૌની ટૂંક સમયમાં જ તેમના દુબઇના બોયફ્રેન્ડ સાથે લગ્ન સૂત્રમાં બંધાશે.
મૌનીની રિલેશનશિપને લગ્નસૂત્રમાં બાંઘાવ માટે મૌનીની માતા સુરજના પેરેન્ટસને મળ્યાં હતા.મૌની અને સુરજ બંને પેરેન્ટસની મીટિંગ મંદિરા બેદીના ઘરે મળી હતી. મંદિરા બેદી અને મૌની તેમજ તેમનો ભાઇ બધા જ એક બીજાના ક્લોઝ ફ્રેન્ડ છે.
તો આખરે મૌનીના ઘરે લગ્નની શરણાઇ ગૂંજવાની તૈયારીઓ થઇ ગઇ છે. મૌની અને સૂરજની રિલેશનશિપની ચર્ચા વર્ષની શરૂઆતથી જ થઇ રહી છે.
મૌનીએ ન્યુઇયર સેલેબ્રિશન દુબઇમાં તેમના પરિવાર સાથે કર્યું હતું. આ સમયની તસવીર સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. લોકડાઉન સમયે મૌની દુબઇમાં હતી અને તેમનો બોયફ્રેન્ડ સુરજ સાથે સમય વિતાવ્યો હતો.
ટીવી સ્ટાર મૌની રોયે 2018થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. હાલ તેમની નેક્સ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવી રહી છે. જેમાં તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે.
મૌની રોયે બહુ લાંબા સમયથી એક્ટર મૌહિત રૈનાને ડેટ કરી રહી હતી. જો કે આ સંબંધ કઇ કારણસર આગળ ન વધી શક્યો અને બંનેનું બ્રેકઅપ થઇ ગયું.
ટીવી સ્ટાર મૌની રોયે 2018થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. હાલ તેમની નેક્સ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવી રહી છે. જેમાં તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે