એક દિવસમાં કેવી રીતે થઇ યામી ગૌતમીની લગ્નની તૈયારી,વેડિગ પ્લાનરે કહી સિક્રેટ મેરેજની પ્લાનિંગની સ્ટોરી
યામી ગૌતમીએ અચાનક જ તેમના લગ્નના સમાચાર આપીને સૌને સરપ્રાઇઝ આપ્યું છે. તેમણે 4 જૂને અચાનક તેમના લગ્નનું અનાઉન્સમેન્ટ કર્યું. યામીના લગ્ન રાઇટર ફિલ્મ ડાયરેક્ટર આદિત્ય ધારી સાથે થઇ છે. તેમના લગ્ન એક પ્રાઇવેટ સેરેમની થઇ હતી. જેમાં માત્ર પરિજન અને નજીકના મિત્ર સાથે થયા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયામી ગૌતમીના લગ્ન અચાનક પ્લાન થતાં માત્ર એક જ દિવસમાં લગ્નની તૈયારી કરવામાં આવી હતી. વેડિંગ પ્લાનર ગિતેશ શર્માએ તેમના લગ્નની પ્લાનિંગ શેર કરી હતી. ગિતેશે જણાવ્યું કે., યામીના પાપાએ વેડિંગના એક દિવસ પહેલા જ કોલ કર્યો હતો. તેઓ પંડિતને હમીરપુરથી લઇને આવ્યાં છે.
ગિતેશે જણાવ્યું કે, તેમના પાપાએ કહ્યું હતું કે, તે બિલકુલ ક્લિયર હતા કે, તે ગ્લેમરશ વેડિંગ નથી ઇચ્છતા. જેવા તેમના ગામડામાં થાય તેવા લગ્ન એકદમ નેચરલ અને પારંપારિક રીતે ઇચ્છતા હતા.
વેડિંગની થીમ ગોલ્ડન અને વ્હાઇટ કલરની હતી. તેમણે દેવધર સામે લગ્ન કરી લીધા. લગ્નની સજાવટ કેળાના પાન અને ગલગોટાના ફુલોથી કરવામાં આવી હતી
તેમણે જમાવ્યું કે, લગ્ન બાદ સાંજે પરિવારના લોકો અને નજીકના મિત્રો સાથે રિસ્પેશન ગોઠવાયું. આંગણામાં મેંદીનું ફંકશન થયું. લગ્ન બાદ મંડી ધામમાં પારંપારિક લંચ થયું.
યામી અને આદિત્યએ સોશિયલ મીડિયા પર લગ્નની ફોટો શેર કરતા ફેન્સને આ ગૂડ ન્યૂઝ આપ્યાં હતા. યામીએ મેરેજ સેરેમનીમાં રેડ કલરની સાડી પહેરી હતી. તો વ્હાઇટ ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યાં હતા.