પતિ Raj kaushalને યાદ કરીને ભાવુક થઇ Mandira Bedi, તસવીરો શેર કરીને કહી આ વાત
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મંદિરા બેદીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ રાજ કૌશલની સાથેની કેટલીક તસવીરો સેર કરી છે, આ તસવીરોમાં રાજ અને મંદિરા એકદમ ખુશ દેખાઇ રહ્યાં છે. તાજેતરમાં જ તેના પતિ રાજ કૌશલનુ હાર્ટ એટેકના કારણે નિધન થઇ ગયુ હતુ. આ પછી મંદિરા એકદમ તુટી ગયેલી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરોને શેર કરતા તેને કેપ્શનમાં લખ્યુ- એકબીજાને જાણતા 25 વર્ષ નીકળી ગયા. લગ્નના 23 વર્ષ થઇ ગયા, દરેક પરિસ્થિતિમાં તે મારી સાથે રહ્યાં. મંદિરાની આ પૉસ્ટ પર કેટલાય સેલેબ્સે રિએક્શન્સ આપ્યુ છે.
મંદિરા રાજની એકદમ નજીક હતી, બન્ને હંમેશા સાથે દેખાતા હતા.
મંદિરા અને રાજ કૌશલ એકબીજાને દરેક સિક્રેટ શેર કરતા હતા. આ તસવીરોમાં બન્ને એકદમ ખુશ દેખાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે મંદિરા બેદના પતિ રાજ કૌશલનુ 30 જૂને હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ. આ પછીથી તે એકદમ તુટી ગઇ છે.
પોતાના જિંદગીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહેલી મંદિરા ભાવુક થઇ જતા મંગળવારે રાત્રે પતિ રાજ માટે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક નૉટ પણ શેર કરી હતી.