Photos: બ્લેક ડીપનેક બ્લાઉઝ સાથે મલ્ટીકલર સાડીમાં અંશુલાએ બતાવ્યો ગૉર્ઝિયસ લૂક, ભાઇ અર્જૂન કપૂર પણ દેખાયો સાથે.....
Anshula Kapoor Saree Photos: બોની કપૂરની મોટી દીકરી અને અર્જૂન કપૂરની બહેન અંશુલા કપૂર ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે અંશુલાએ સાડીમાં ધૂમ મચાવી છે. હાલમાં તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંશુલા કપૂર ભલે એક્ટિંગથી દૂર હોય પરંતુ તે કેવી રીતે લાઇમલાઇટમાં રહે છે. તે આ વાત સારી રીતે જાણે છે. આ જ કારણ છે કે તે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
હાલમાં જ આશુલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સાડીના લૂકની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં અંશુલાએ બ્લેક ડીપનેક બ્લાઉઝ સાથે મલ્ટીકલર સાડી કેરી કરી છે. દરેક તસવીરમાં અંશુલાએ પોતાની સાડીને ખૂબ જ સુંદર રીતે સંભાળી છે.
અંશુલાએ ખુલ્લા વાંકડિયા વાળ અને હળવા મેકઅપ સિવાય સફેદ હીલ સાથે પોતાના લૂક પૂર્ણ કર્યો છે.
વળી, અંશુલા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં તેનો ભાઈ અર્જુન કપૂર પણ તેની સાથે પૉઝ આપી રહ્યો છે. તસવીરો શેર કરતાં અંશુલાએ લખ્યું- 'ખુશ ચહેરો'
અર્જૂન કપૂર પણ સફેદ રંગ સાથે કાળો લાંબો કૉટ પહેરીને દેખાઇ રહ્યો છે, તસ્વીરોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ ભાઈ-બહેનની જોડીએ ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું છે.