ટીવીના સ્ટાર કપલે નથી કર્યા લગ્ન છતાં વર્ષોથી પાર્ટનર સાથે રહી રહ્યાં છે Live In Relationshipsમાં, જુઓ રોમેન્ટિક તસવીરો.....
મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સમાજમાં એક નવો ટ્રેન્ડ સેટ કરે છે. તાજેતરમાં જ લિવ-ઇન રિલેશનશીપને લઇને ચર્ચા સામાન્ય વાત છે. ટીવી જગતના કેટલાય કપલ્સ એવા છે જે હજુ પણ લગ્ન કર્યા વિના પોતાના પાર્ટનર સાથે શાંતિથી અને સુખેથી લિવ-ઇન રિલેશનશીપમાં સમય વિતાવી રહ્યાં છે. જાણો આ સ્ટાર્સ વિશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલી ગોની અને જેસમીન ભસીનની દોસ્તી કોઇનાથી છુપાયેલી નથી. બન્નેએ સાથે રહેવાનો ફેંસલો કર્યો છે.
બૉલીવુડ એક્ટર રાહુલ દેવ અચાનક ગાયબ થઇ ગયો, રાહુલ હજુ પણ મુગદા ગોડસે સાથેના સંબંધોને લઇને ચર્ચામાં છે, અને બન્ને હજુ પણ લિવ-ઇન રિલેશનશીપમાં રહી રહ્યાં છે.
ટીવી રિયાલિટી શૉથી નામ કમાવનારી એક્ટ્રેસ દિવાય અગ્રવાલ અને વરુણ સૂદ પણ લિવ-ઇન રિલેશનશીપ રહી રહ્યાં છે. બન્નેની જોડી ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
લૉકડાઉન દરમિયાન ટીના ફિલિપ પણ પોતાના મંગેતર નિખિલ શર્માની સાથે મૂવ કરી ગઇ હતી, અને અત્યારે બન્ને લિવ-ઇન રિલેશનશીપમાં રહી રહ્યાં છે.
એક્ટ્રેસ શ્રીજિતા ડે અને માઇકલ બીપીના લગ્ન ગયા વર્ષે થવાના હતા, પરંતુ લૉકડાઉનના કારણે હાલ લગ્ન ટળી ગયા છે.
વિપુલ રૉય અને મેલિસ અટિકી છેલ્લા કેટલાય સમયથી લિવ-ઇન રિલેશનશીપમાં રહી રહ્યાં છે. બન્નેની દોસ્તી ખુબ સારી છે, અને બન્ને હંમેશા એકબીજાની સાથે તસવીરો શેર કરતા રહે છે.