તસવીરોમાં- લીઝા હેડને ફ્લૉન્ટ કર્યો બેબી બમ્પ, પ્રેગનન્ટ મહિલાઓને આઉટફિટ માટે આપી ટિપ્સ
મુંબઇઃ લીઝા હેડન બીજીવાર માં બનવા જઇ રહી છે. લીઝા હેડનની તસવીરો આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ ટ્રેન્ડિંગ થઇ રહી છે. લીઝા હેડન બેબી બમ્પ ફ્લૉન્ટ કરી રહી છે. ફેન્સ તેની તસવીરોને સતત શેર કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલીઝા હેડનની ગણતરી બૉલીવુડની બેબાક એક્ટ્રેસમાં થાય છે. તે દરેક વાત પર ખુલીને વાત કરે છે, અને પોતાનો મત રજૂ કરે છે. હવે તેને પ્રેગનન્ટ મહિલાઓ માટે પણ સલાહ આપી છે.
લીઝા હેડને પોતાના એક ઇન્સ્ટાગ્રામ પૉસ્ટમાં જણાવ્યુ- તેનો ટ્રેકસૂટ નજીકના એક મિત્રએ સાઇઝ 2નો બનાવ્યો હતો, અને હવે તે પોતાની પ્રેગનન્સીના બિલકુલ અંતિમ સમયમાં છે, તો આનો ફાઇનલ સ્ટ્રેચ પણ કરી દીધો.
લીઝાએ આગળ કહ્યું- આ ડ્રેસ હું છેલ્લા આઠ મહિનાથી પહેરી રહી છું કેમકે સમયની સાથે આ ખુદ જ બૉડીની સાઇઝમાં ફિટ થઇ જાય છે, કેમકે આ સ્ટ્રેચ છે.
લીઝા હેડન હાલ એક્ટિંગથી દુર છે, અને હોંગકોંગમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. લીઝાએ પ્રેગનન્સીની ખબરને પણ ઇન્સ્ટાગ્રામ પર આપી હતી.
આ પહેલા તેને એક વીડિયો શેર કર્યો હતો, આમાં તેને પોતાના ડ્રેસને ટેન્ટ બતાવ્યો હતો. તેને કહ્યું હતુ કે, પ્રેગનન્સી દરમિયાન મહિલાઓને આરામદાયક કપડાં પહેરવા જોઇએ.
આવામાં લિઝાએ કહ્યું હતુ કે, સામાન્ય રીતે એવા કપડાં ખરીદવા જોઇએ, જે સ્ટ્રેચ આરામથી થઇ જાય, કેમકે તમારે વારંવાર સમયની સાથે આને બદલાની જરૂર નથી.