રાજ કુન્દ્રા કેસની વચ્ચે પોતાની ભૂલોને લઇને શિલ્પા શેટ્ટીએ કરી વિચિત્ર પૉસ્ટ, કહ્યું- ભૂલ થઇ છે પણ કંઇ વાંધો નઇ..........
મુંબઇઃ અશ્લીલ વીડિયો બનાવવાના મામલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા આજકાલ જેલમાં છે, આ બધાની વચ્ચે શિલ્પા શેટ્ટીએ સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ એવી શેર કરી છે, જેને લિને ચારેય બાજુ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. તેને પોતાની પૉસ્ટ દ્વારા ભૂલો વિશે વાત કરી છે, શિલ્પાએ કહ્યું - ભૂલ કરી છે પણ કંઇ વાંધો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલ્પાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીજમાં એક પુસ્તકનો અંશ શેર કર્યો અને સોફિયા લૉરેનની લખેલી લાઇન શેર કરી જેમાં લખ્યું હતુ- ભૂલો તે બાકી રકમનો ભાગ છે જે આખા જીવન માટે ભોગવવો પડે છે.
શિલ્પાએ આગળ લખ્યું- આપણે અહીં તહીં ભૂલો કર્યા વિના પોતાના જીવનને દિલચસ્પ નથી બનાવી શકતા.... આપણે એ આશા રાખીએ છીએ કે તે ભૂલો ખતરનાક અથવા એવી ભૂલો નહીં હોય જે કોઇને ઇજા પહોંચાડતી હોય, પણ ભૂલો તો થશે. આપણે આપણી ભૂલોને એ રીતે જોઇ શકીએ છીએ જેને કાંતો આપણે ભૂલી જવા માંગીશુ કે પછી દિલચસ્પ, પડકારરૂપ અનુભવો તરીકે જોઇ શકીએ છીએ. આ કારણથી નહીં કે આપણે ભૂલો કરી છે પરંતુ અમે તે ભૂલોથી શીખ્યા છીએ.
આની આગળ તેને કહ્યું કે- હું ભૂલો કરવા જઇ રહી છું, હું ખુદને માફ કરી દઇશ અને શીખીશ. આની સાથે તેને પોતાની પૉસ્ટ પર એક એનિમેટેડ સ્ટિકર લગાવ્યુ જેના પર લખ્યું હતુ- ભૂલો કરી છે પણ કંઇ વાંધો નથી. આ પહેલા શિલ્પા શેટ્ટીએ પોતાની પૉસ્ટમાં શેર કરી હતી. દરેક પળને જીવો....
નોંધનીય છે કે, અશ્લીલ વીડિયો કેસમાં મુંબઇ પોલીસે 19 જુલાઇએ રાજ કુન્દ્રાની ધરપડક કરી હતી, તેના પર અશ્લીલ વીડિયો બનાવવા અને તેને એપ પર અપલૉડ કરવાનો આરોપ છે, તે હાલમાં પોલીસની કસ્ટડીમાં છે.
અશ્લીલ વીડિયો કેસમાં મુંબઇ પોલીસે 19 જુલાઇએ રાજ કુન્દ્રાની ધરપડક કરી હતી