In Pics: સલમાન ખાનથી લઇને રણબીર કપૂર સુધી, ભાઇ-બહેનોની શાનદાર તસવીર
મુંબઇઃ બૉલીવુડમાં કેટલાય એવા સ્ટાર્સ છે જે પોતાના ભાઇ-બહેનને ખુબ પ્રેમ કરે છે, અને આ જોડીઓ હંમેશા માટે ચર્ચામાં પણ રહે છે. આ લિસ્ટમાં સૌનાક્ષી સિન્હાથી લઇને ઋત્વિક રોશન, સલમાન ખાન, અભિષેક બચ્ચન સહિતના મોટા નામ સામલે છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ ભાઇ બહેનની શાનદાર જોડીઓ વિશે.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાન- સલમાનની બે બહેનો છે અર્પિતા અને અલવીરા, પરંતુ તેની સાવકી બહેન પણ છે તેના વિશે બહુ જ ઓછા લોકો જાણે છે. તેનુ નામ છે શ્વેતા રોહિરા, આ એક્ટર પુલકિત સમ્રાટની એક્સ વાઇફ છે. શ્વેતા નાનપણથી જ સલમાન ખાનને રાખડી બાંધે છે. સલમાને શ્વેતાના લગ્નમાં કન્યાદાન પણ કર્યુ હતુ.
સલમાન ખાન પોતાની નાની બહેન અર્પિતા સાથે બહુજ પ્રેમથી રહે છે. અર્પિતા સલીમ ખાને ખોળે કરેલી દીકરી છે, અને ભાઇ સલમાનની જિંદગીમાં એક ખાસ જગ્યા પણ બનાવી ચૂકી છે. તે પોતાની બીજી બહેન અલવીરા ખાનની પણ ખુબ નજીક છે.
ઋત્વિક રોશનની મોટી બહેનનુ નામ સુનૈના રોશન છે. સુનૈના પોતાના પતિથી અલગ થઇ ચૂકી છે. સુનૈના કેન્સરથી પીડિત છે. જોકે, હવે ઠીક થઇ ચૂકી છે. તે ફિલ્મ કાઇટ્સ અને ક્રેઝી 4માં કૉ-પ્રૉડ્યૂસરનુ કામ કરી ચૂકી છે.
સૈફ અલી ખાન સોહા અલી ખાનનો મોટો ભાઇ છે. સોહાએ કૃણાલ ખેમૂ સાથે વર્ષ 2015માં લગ્ન કરી લીધા હતા. તે બન્ને 2009મા ફિલ્મ 'ઢૂંઢતે રહ જાઓગે'ના શૂટિંગ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બાદમાં વર્ષ 2015માં બન્નેએ લગ્ન કરી લીધા હતા.
રિદ્ધિમા કપૂર બૉલીવુડ એક્ટર રણબીર કપૂરની બહેન છે. 25 જાન્યુઆરી 2006એ તેના લગ્ન ભારત સાહની સાથે થયા હતા. રણબીર અને રિદ્ધિમાં ભાઇ બહેન છે.
'દબંગ' એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ પોતાના ભાઇ કુશ સિન્હાની તરુણા અગ્રવાલ સાથે લગ્નની જાણકારી સોશ્યલ મીડિયા પર આપી હતી. તેને એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરી હતી. આ સોનાક્ષીને ભાઇ છે.
શ્વેતા બચ્ચન અભિષેક બચ્ચનની બહેન છે. શ્વેતાના લગ્ન બિઝનેસમેન નિખિલ નંદા સાથે થયા છે. અભિષેક અને શ્વેતા બચ્ચન નંદા એક બીજાને ખુબ પ્રેમ કરે છે.