Beauty secret: રકુલ પ્રિત સિંહની સુંદરતા અને ફિટનેસનું રાજ છે આ ડેઇલી રૂટીન, જાણો એક્ટ્રેસનું બ્યુટી સેિક્રેટ
રકુલ અઠવાડિયાના સાતેય દિવસ વર્કઆઉટ કરે છે. તેની દૈનિક ફિટનેસ રૂટિનમાં કાર્ડિયો પછી વોર્મ અપનો સમાવેશ થાય છે. તેમના મતે કોઈપણ પ્રકારના વર્કઆઉટ પહેલા 7-10 મિનિટ વોર્મ અપ કરવું જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક યુવતી રકુલ પ્રીત સિંહની જેમ સુંદર અને ફિટ દેખાવા માંગે છે. પરંતુ તેના જેવું ફિગર અને સુંદરતા મેળવવી એટલી સરળ નથી. આ માટે તે પોતે સખત મહેનત કરે છે. તે તેના વર્કઆઉટ અને ડાયટનું ખૂબ ધ્યાન રાખે છે.
પોતાને ફિટ રાખવા માટે, રકુલ ઘણીવાર કિક બોક્સિંગ, સાઇકલિંગ અને 25 મિનિટ સ્કિપિંગ જેવા હાઇ ઇન્ટેન્સિટી કાર્ડિયો વર્કઆઉટ્સ કરે છે. આટલું જ નહીં, અભિનેત્રી શરીરમાં લચીલાપણું લાવવા માટે નિયમિત રીતે યોગ પણ કરે છે.
રકુલ પ્રીત સિંહને ઘરની રસોઇ જ પ્રીફર કરે છે. બહારનું ખાવાનું ટાળે છે. આઉટડોર શૂટ દરમિયાન પણ તે પોતાની સાથે એક નાનો ઈલેક્ટ્રીક સ્ટોવ રાખે છે, જેના પર તેનો રસોઈયો ખાસ કરીને તેના માટે દાળ અને ભાત તૈયાર કરે છે.
રકુલ પોતાની જાતને ફિટ રાખવા માટે સંપૂર્ણ રીતે સંતુલિત આહાર પર આધાર રાખે છે. તેમના સંતુલિત આહારમાં અનાજ, કઠોળ, શાકભાજી, સલાડનો સમાવેશ થાય છે.
રકુલની સવારની શરૂઆત 2 ગ્લાસ ગરમ પાણી અને બુલેટ કોફીથી કરે છે. બુલેટ કોફી એક પ્રકારની બ્લેક કોફી છે, જેમાં તેલ અને માખણનો ઉપયોગ કરવામાં આવે છે.