રશ્મિકા મંદાના તેની ફેશન સેંસના કારણે બની નેશનલ ક્રશ, આ તસવીરો ઇન્ટરનેટ પર મચાવી રહી છે ઘૂમ
રશ્મિકા મંદાનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટા શેર કર્યા છે. પુષ્પા એક્ટ્રેસની હસતી તસવીરોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરના ફોટામાં રશ્મિકા કોડાવા સાડી પહેરેલી જોવા મળે છે. અભિનેત્રીની બ્લુ કલરની સાડીની બોર્ડર પર ફૂલની ડિઝાઈન છે. સ્લીવલેસ બ્લાઉઝ પર પાલવને હાથની ઉપરથી ન લેતા લે નીચેથી લેવામાં આવ્યો છે અને પછી તેને બીજી તરફ જોડી દેવામાં આવે છે. જે યુનિક લૂક આપે છે.
રશ્મિકાની આ નવી સ્ટાઈલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે. તાજેતરના ફોટામાં, રશ્મિકાએ બ્લુ સ્ટોન્સ સાથેની ઇયરિંગ્સ પહેરી છે અને બીન પેટર્નની રિંગ પણ ટીમઅપ કરી છે.
રશ્મિકાએ નવા ફોટા સાથે કેપ્શન પણ આપ્યું છે, 'કડદવા સાડી કે પ્યાર મેં'. રશ્મિકા મંદન્નાની નવી તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તેના સ્મિત પર કોમેન્ટમાં લાખો નેટીઝન્સ હાર્ટ ઇમોજીસ મોકલી રહ્યાં છે.
રશ્મિકા મંદનન્નાની સુંદરતાના લાખો ચાહકો છે. રશ્મિકાને તેના ફેન્સ દ્વારા નેશનલ ક્રશનું ટેગ પણ આપવામાં આવ્યું છે.
રશ્મિકાના ફેશન સેન્સન વાત કરીએ તો દરેક ફોટોમાં તેનો નવો અવતાર જોવા મળે છે. તે વેસ્ટર્સનથી માંડીને ડ્રેડિશનલ દરેક પ્રકારના આઉટ ફિટ ટ્રાય કરતી રહે છે.
રશ્મિકા મંદાનાની ક્યૂટનેસ અને ખૂબસૂરતીના લાખો દિવાના છે. રશ્મિકાને તેના ફેન્સે નેશનલ ક્રશનો ટેગ પણ આપી દીધો છે.
રિપોર્ટસની માનીએ તો રશ્મિકા મંદાના ફિલ્મ પુષ્પાની સક્સેસે પેન ઇન્ડિયા એક્ટ્રેસની હરોળમાં લાવી દીધી છે. હવે આ એક્ટ્રેસ ટૂંક સમયમાં જ બોલિવૂડમાં પણ ડેબ્યૂ કરશે. રશ્મિકા એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ મિશન મજનૂથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. એક્ટ્રેસ અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ ગૂડ બાયમાં પણ તેની કલા પ્રતિભા પ્રદર્શિત કરતી જોવા મળશે.