Times Most Desirable Women: કેટરીના કૈફ અને જેકલીનને પછાડીને નંબર વન બની રિયા ચક્રવર્તી, જુઓ Top 10નુ લિસ્ટ......
મુંબઇઃ ટાઇમ્સ મેગેઝિને ભારતની 50 ટૉપ ડિઝાયરેબલ વૂમેન 2020 લિસ્ટ જાહેર કર્યુ છે. આ લિસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત કેસમા આરોપી બનેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ટૉપ પર છે. અહીં અમે તમને ટૉપ 10 કલાકારો વિશે બતાવવા જઇ રહ્યાં છીએ......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતની 50 ટૉપ ડિઝાયરેબલ વૂમેન 2020 લિસ્ટમાં 10માં નંબર પર આવૃત્તિ ચક્રવર્તી છે. તે એક ઇન્ડિયન મૉડલ છે. તે વર્ષ 2020માં મિસ દિવા સુપરનેશનલનો ખિતાબ જીતી ચૂકી છે.
રુહી સિંહ આ લિસ્ટમાં 9માં નંબર પર છે. એક્ટ્રેસ રુહી પહેલા ફિલ્મો અને ટીવીમા દેખાઇ ચૂકી છે. વર્ષ 2014માં તે ફેમિના મિસ ઇન્ડિયા યૂનવર્સલ પીસ એન્ડ હ્યૂમાનિટીનો ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે.
એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકા આ લિસ્ટમાં 8માં નંબર પર છે. તે કેટલીય હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે.
જેકલિન ફર્નાન્ડિઝ આ લિસ્ટમાં 7માં નંબર પર છે, તે શ્રીલંકન એક્ટ્રેસ અને મૉડલ છે. પરંતુ ભારતમાં જલવો બિખેર્યો છે.
બૉલીવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ આ લિસ્ટમાં 6ઠ્ઠા નંબર પર છે. તે બૉલીવુડની હાઇએસ્ટ પેડ એક્ટ્રેસ છે.
દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં 5માં નંબર પર છે, તે બૉલીવુડમાં સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ છે.
કિયારા અડવાણી આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. તેને કેટલીય હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યુ છે. 'લસ્ટ સ્ટૉરીઝ'માં તેના પરફોર્મન્સને ખુબ પસંદ કરવામાં આવ્યુ હતુ.
ત્રીજા નંબર પર બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી છે. તેને બાયૉપિક એમ.એસ.ધોનીઃ ધ અનટૉલ્ડ સ્ટૉરીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. વર્ષ 2019ના આ લિસ્ટમાં તે પહેલા નંબર પર હતી.
બીજા નંબર પર મૉડલ એડલિન કૈસલિનો છે. તેને વર્ષ 2020ની મિસ દીવા યૂનિવર્સનો ખિતાબ જીત્યો હતો. તે વર્ષ 2020ની મિસ યૂનિવર્સ પીજેન્ટની ત્રીજી રનરઅપ છે.
પહેલા નંબર પર બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી છે. તેને તેલુગુ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો, આ પછી તેને કેટલીય બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ.