સેક્સી ફિગર ને હૉટેસ્ટ બૉડીથી ફિલ્મોમાં ધૂમ મચાવનારી સાઉથની આ હીરોઇનો બૉલીવુડ અભિનેત્રીઓ કરતાં પણ લે છે તગડી ફી, જાણો......
નવી દિલ્હીઃ સાઉથની ફિલ્મો માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં જોવાય છે, એટલુ જ નહીં બૉક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી પણ સાઉથની ફિલ્મો જ કરે છે. અહીં કેટલીક અભિનેત્રીઓ તો બૉલીવુડની કેટલીક હીરોઇનો કરતાં પણ વધુ ફી લે છે. જાણો કઇ છે આ હીરોઇનો જે બૉલીવુડની હસીનાઓને પણ આપે છે ટક્કર.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાહુબલીની સુંદર દેવસેનાના નામથી જાણીતી અનુષ્કા શેટ્ટીની ગણતરી હાઇએસ્ટ પેડ એક્ટ્રેસીસમાં કરવામાં આવે છે. તે એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ ચાર્જ કરે છે.
નેશનલ ક્રશના નામથી પોતાના પ્રસંશકોની વચ્ચે જાણીતી થયેલી સાઉથની એકદમ હૉટ એક્ટ્રેસ રશ્મિકા મંદાન એક પ્રૉજેક્ટ માટે 3 કરોડ ચાર્જ કરે છે.
સાઉથના લગભગ તમામ મોટા સ્ટાર સાથે કામ કરી ચૂકેલી સામંથા રૂથ પ્રભુ હવે બૉલીવુડમાં પણ જાણીતી થઇ ચૂકી છે. તે દરેક ફિલ્મ માટે 2 થી 2.5 કરોડ રૂપિયા લે છે.
કાજલ અગ્રવાલ સાઉથની સૌથી સુંદર હીરોઇનોમાંની એક છે, તે દરેક ફિલ્મ માટે 1 થી 1.5 કરોડ ચાર્જ કરે છે.
સુંદર અભિનેત્રી તમન્ના ભાટિયા પણ સાઉથમાં એકથી એક હિટ ફિલ્મો આપી ચૂકી છે. હવે તે દરેક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા લે છે.