Sapna Glam Look: પિન્ક ગાઉનમાં હરિયાણવીની દેસી ક્વિનનો ગ્લેમ લૂક, તસવીરના કેપ્શનમાં લખ્યું- ‘મને ખબર છે હું કોણ છું’
Sapna Choudhary: હરિયાણવી ડાન્સર સપના ચૌધરી આજકાલ પોતાના લૂકના કારણે ચર્ચામાં છે. હાલમાં જ સપના ચૌધરીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ડેબ્યૂ કર્યું હતું. આ સમયે ફરી એકવાર તેનો ગ્લેમ લૂક ફેન્સે જોયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસપના ચૌધરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ફરી એકવાર વેસ્ટર્ન લૂકમાં જોવા મળી છે.
આ તસવીરોમાં સપનાએ પિન્ક ફ્લૉર લેન્થ ફ્લેર્ડ ગાઉન પહેરેલું છે. આમાં અભિનેત્રી કેમેરા માટે સેક્સી પૉઝ આપતી દેખાઇ રહી છે.
સપનાએ પોતાના વાળ બાંધીને, ગ્લૉસી મેક-અપ અને ઇયર-ટૉપ્સ પહેરીને પોતાના આ લૂકને પુરો કર્યો છે.
આ તસવીરો શેર કરતી વખતે સપનાએ એક દમદાર કેપ્શન પણ લખ્યું છે. સપનાએ લખ્યું - 'તેઓ ગપસપ કરે છે, મને કોઈ પરવા નથી અને મને હજુ પણ પૈસા મળી રહ્યા છે.. હું જાણું છું કે હું કોણ છું'
ઉલ્લેખનીય છે કે, સપના ચૌધરીએ હાલમાં જ હરિયાણવી ઈન્ડસ્ટ્રીને એક ડગલું આગળ વધીને કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું.
આ તસવીરોમાં સફેદ આઉટફિટ પહેરીને રેડ કાર્પેટ પર સપના ખૂબ જ સુંદર લાગી રહી છે.