જાણો, શા માટે શાહરૂખ ખાને પત્નીને બુરખો પહેરીને બહાર જવા શા માટે કર્યું હતું સૂચન, કિંગ ખાન 5 વર્ષ સુધી હિન્દુ બની રહ્યાં હતા
શાહરૂખ ખાનના લગ્નને 30 વર્ષ થઇ ગયા. શાહરૂખ ખાને 25 ઓક્ટોબર 1991માં ગૌરી છિબ્બર સાથે લગ્ન કર્યાં હતા અને તેમની પહેલી ફિલ્મ ‘દિવાના’ 1992માં રિલિઝ થઇ હતી. શાહરૂખે તેમની પહેલી ફિલ્મ રિલિઝ થયા પહેલા લગ્ન કરી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરૂખ સાથે લગ્ન બાદ ગૌરીના પરિવારનું ટેન્શન વધી ગયું હતું. ગૌરીના પરિવારને અને અન્ય સગા સંબંધીને ચિંતા હતી કે, ગૌરીનું ધર્મપરિવર્તન કરવામાં આવશે. ગૌરીને મુસ્લિમ ઘર્મ અંગિકાર કરવો પડશે
શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં તેમના લગ્નનો મજેદાર કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે, ગૌરી સાથે લગ્ન બાદ ગૌરીના પરિવાર અને તેના સગા સંબંધીઓની ચિંતાને જોઇને મને પ્રેન્ક કરવાનું મન થયું.
કિંગખાને કહ્યું કે, “ મેં પરિવારની વચ્ચે એવું એલાન કરી દીધું કે, ગૌરી બુરખો પહેર્યા વિના બહાર નથી જાય. તેને નમાજ પઢવાનું પણ ફરમાન સંભળાવી દીધું. તેમનું નામ ગૌરીથી આયેશા કરવામાં આવશે”
શાહરૂખ ખાનનો આ નિર્ણય સાંભળીને ગૌરીના પરિવારના તમામ લોક સ્તબ્ધ થઇ ગયા.પરિવારમાં ટેન્શન વધવા લાગ્યું તો શાહરૂખે ખુદ જ જણાવી દીધું કે, તે મજાક કરતો હતો. આ સાંભળીને પરિવાર હસી પડ્યો.
ઉલ્લેખનિય છે કે, શાહરૂખ ખાન અને ગૌરી બંને એક બીજાના ધર્મનું સન્માન કરે છે અને ક્યારેય એક બીજા પર તેનો ધર્મ થોપવાની પ્રયાસ નથી કરતા. બંને હંમેશા એકબાજાનું સન્માન કરે છે.
જો કે લગ્ન પહેલા બંનેના ધર્મ અલગ હોવાથી અનેક વિઘ્નનો બંને સામનો કરવો પડ્યો.જેના કારણે જ કિંગખાને ગૌરીના પરિવાર સામે તેમનો ધર્મ છુપાવ્યો હતો અને પાંચ વર્ષ સુધી હિન્દુ બની રહ્યા હતા