Tv Celebs Love Marriage: ટીવીના આ પોપ્યુલર સેલેબ્સે કર્યાં હતા લવ મેરેજ, થોડા વર્ષોમાં જ થઇ ગયા ડિવોર્સ
એક્ટર સચિન અને જુહીએ ટીવી શો કુમકુમમાં એક સાથે કામ કર્યુ.બંનેનો સેટ પર કામ કરતાં-કરતાં પ્રેમ થઇ ગયો. બંને પાંચ મહિના બાદ જ એક બીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. 2009માં બંને લગ્નના બંધનમાં બંધાયા. વર્ષ 2013માં જુહીએ દીકરીને જન્મ આપ્યો. જો કે થોડા વર્ષ બાદ બંનેના અલગ થઇ ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરણ એકવાર નહી બે વાર નહી પરંતુ ત્રણ વખત લગ્ન કર્યાં. તેમણે 2008માં શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યાં હતા. જો કે દસ મહિનામાં જ તેનો સંબંધ તૂટી ગયો. બાદ તેની કો-સ્ટાર જેનિફર વિંગેટે સાથે લગ્ન કર્યાં જો કે આ સંબંધ પણ લાંબો ન ચાલ્યો બાદ તેમણે 30 એપ્રિલ 2016માં બિપાસા બસુ સાથે લગ્ન કર્યાં.
રામ કપૂર અને ગૌતમી ગાડગીલ ટેલિવિઝનની સૌથી પ્રિય જોડીમાંથી એક છે. પરંતુ, શું તમે જાણો છો કે રામ સાથે લગ્ન કરતા પહેલા તેણે કોમર્શિયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમનો આ સંબંધ લાંબો ન ચાલ્યો અને બંનેના ડિવોર્સ થઇ ગયા.
શ્વેતા તિવારીના પહેલા લગ્ન અભિનેતા રાજા ચૌધરી સાથે થયા હતા. 9 વર્ષ સાથે રહ્યાં બાદ 2007માં તેના ડિવોર્સ થઇ ગયા. શ્વેતા રાજાની દારૂ પીવાની આદત અને હિંસક વ્યવહારથી પરેશાન હતી. આ લગ્નથી તેમની એક દીકરી પણ છે. જેનું નામ પલક છે.
ટીવી શો ઉત્તરનના આ બંને કો-સ્ટાર્સ શો દરમિયાન પ્રેમમાં પડ્યા અને વર્ષ 2011માં લગ્નના બંધનમાં બંધાયા. પરંતુ રીલ ટુ રિયલ લાઈફ કપલ રશ્મિ અને નંદીશે ફરીથી અચાનક છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા. નચ બલિયેમાં ભાગ લીધા પછી બંનેએ બ્રેક લીધો અને કેટલીક સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ થયું નહીં. ત્યારબાદ રશ્મિ અને નંદીશે આખરે ડિસેમ્બર 2015માં છૂટાછેડા માટે અરજી કરી દીધી