સોનમ કપૂરનું મેગેઝિનના કવરપેઝ માટે બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ, આ તસવીરોના કારણે થઇ ટ્રોલ, યુઝરે લખ્યું....
સોનમ કપૂર બોલિવૂડની સૌથી ફેશનેબલ ડીવા છે. સોનમ તેને ડ્રેસિંગને લઇને ખૂબ જ ચૂઝી છે. તેના કારણે જ તે કરોડો ફેન્સને તેના લૂકથી આઇડિયા આપતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ તે તેમના આઉટફિટને લઇને સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ થઇ છે. તેમણે વિચિત્ર આઉટફિટ સાથે ફોટોશૂટ કરાવ્યું છે.
Harper's Bazaar મેગેઝિનની 20મી એનિવર્સરીમાં માટે તેમણે બોલ્ડ અંદાજમાં ફોટો શૂટ કરવાયું છે. આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે
જો કે આ મેગેઝિનના કવર પેઝ પર ફોટો છપાઇ તે પહેલા જ સોનમ કપૂરે તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં હોવાથી ફોટોશૂટના દરેક ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે.
તેમણે મગેઝિન કવર પેજ માટે અલગ અલગ ડ્રેસમાં ફોટો ખેચાવ્યાં હતા. જે તમામ ફોટો ખૂબ શેર થઇ રહ્યાં છે. તેમાં કેટલાક ફોટોને સારી લાઇક પણ મળી છે. જો કે તેમને આ પ્રકારના ડ્રેસિંગ માટે હેટ કમેન્ટ પણ મળી રહી છે.
ડ્રેસ ખૂબ જ એકસપોઝિંગ હોવાથી યુઝર્સે કમેન્ટમાં લખ્યું. ‘તું શું કરવા શું માગે છે, ‘વલ્ગારિટીની હદ હોય, એક યુઝરે લખ્યું, ‘હદ છે, લાગે છે કે આ કોઇ બીજી દુનિયાથી આવી હોય’
એક યુઝરે લખ્યું કે, ‘આવું કોણ પહેરે’ એક યુઝરે લખ્યું કે, આ તે ‘કઇ ડિઝાઇન છે’ એક યુઝરે તેને ભયાનક કહ્યું તો એક લખ્યું કે, ‘મીમ્સ વાળા, તમારા માટે કન્ટેન્ટ આવ્યું’
સોનમ કપૂરની આ તસવરીને યુઝર્સે ખૂબ પસંદ કરી છે, આ તસવીરને અત્યાર સુધીમાં 3 લાખ લાઇક્સ મળી છે.
સોનમને એક ઇન્ટરવ્યું કહ્યું હતું કે તે કોઇ માટે કંઇ જ નથી કરતી કોણ શું કહે તેનાથી કોઇ ફરક નથી પડતો, મને જેમાં ખુશી મળે તેવું જ હું પહેરું છું અને પસંદ કરું છું. ઉલ્લેનિય છે કે, હાર્પર બજાર મેગેઝિનના કવર પેઝ પર સોનમ કપૂરની બોલ્ડ અંદાજમાં તસવીર છપાઇ છે.