C.R. પાટિલે બનાવી 312 સભ્યોની જમ્બો પ્રદેશ કારોબારી, જાણો કોણ છે આ યાદીમાં ? કોણ છે વિશેષ આમંત્રિત સભ્યો ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ ભાજપે પ્રદેશના માળખાને વધુ વિસ્તૃત બનાવ્યું છે. શનિવારે ભાજપે જમ્બો પ્રદેશ કારોબારીની જાહેરાત કરી હતી જેમાં કુલ મળીને 312 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમની ટીમમાં જૂના જોગીઓને તો મહત્વ આપ્યું છે પણ સાથે સાથે યુવા નેતાઓને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત સંગઠન મજબૂત બનાવવાના ભાગરૂપે ધારાસભ્યો, સંસદસભ્યો, મંત્રીઓ અને પૂર્વ મેયર ને પ્રદેશ કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભાજપ ની અત્યાર સુધીની સૌથી મોટી પ્રદેશ કારોબારી છે જેમાં 10 ઉપપ્રમુખ, 10 મંત્રી, 2 કોષાધ્યક્ષ , 151 પ્રદેશ આમંત્રિત ,53 વિશેષ આમંત્રિત અને 1 પ્રવક્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાટીલે પોતાની ટીમની રચના કરી છે. ભાજપના આંતરિક રોષ ને ઠારવા પાટીલે તમામ જૂથોને પોતાની ટીમમાં સ્થાન આપી સાચવી લીધા છે.મહત્વની વાત છે કે, એક પણ લઘુમતી નેતા ને પ્રદેશ કારોબારીમાં સ્થાન અપાયું નથી ઉલ્લેખનીય છે કે, ઘણા સમય બાદ લઘુમતી મોરચાની પણ ભાજપે રચના કરી છે .
ભાજપની પ્રદેશ કારોબારીમાં રૂપાણી સરકાર ના 11 મંત્રીઓને સ્થાન અપાયું છે. આ ઉપરાંત 6 સાંસદો, 8 ધારાસભ્યો અને એક રાજ્ય સભાના સભ્યને પણ પ્રદેશ કારોબારીમાં સમાવેશ કરાયો છે.