Photos: વ્હાઇટ શૉર્ટ ડ્રેસમાં Hansika Motwaniના કિલર લૂકે ઉડાવ્યા હોશ, તસવીરો જોઇને તમે પણ ચોંકી જશો
Hansika Motwani Photos: હંસિકા મોટવાણી સાઉથની ચર્ચિત એક્ટ્રેસ છે. તેને એક બાળ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, હાલમાં એક્ટ્રેસના કેટલાક સ્ટનિંગ ફોટોઝ સામે આવ્યા છે, જેના પર ફેન્સ ફિદા થઇ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહંસિકા મોટવાણી (Hansika Motwani) આજે મોટી સ્ટાર બની ચૂકી છે. ટીવી સીરિયલથી પોતાના અભિનયની શરૂઆત કરનારી હંસિકા મોટવાણી આજે હૉલીવુડ અને ટૉલીવુડમાં પોતાની અદાકારીથી લાખો લોકોના દિલ જીતી રહી છે.
એક્ટ્રેસે ટીવી સીરિયલ 'શાકાલાકા બૂમ બૂમ'થી પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી, ત્યારે તેની ઉંમર માત્ર 9 વર્ષની હતી.
‘દેશ મે નિકલા હોગા ચાંદ’નામની સીરિયલ અને ઋત્વિક રોશનની સાથે ફિલ્મ ‘કોઇ મિલ ગયા’માં તે એક ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે દેખાઇ ચૂકી છે.
હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપ કા સુરુર’માં હંસિકા મોટવાણીને હીરોઇન જોઇને બધા ચોંકી ગયા હતા.
આ પછી તે મનોજ વાજપેયીની ફિલ્મ 'મની હૈ તો હની હૈ'માં એક એક્ટ્રેસ તરીકે દેખાઇ હતી. જોકે, બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તે કોઇ ખાસ ઓળખ નથી બનાવી શકી.
હંસિકા મોટવાણી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, ત્યાં તેની બરાબર ચાલી રહી છે. ત્યાં હંસિકાએ એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે.
સાઉથ સિનેમામાં હંસિકા મોટવાણી (Hansika Motwani) મોટુ નામ બની ચૂકી છે. આજકાલ તે કેટલાય મોટા પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે.