Health Tips: વજન ઝડપથી ઓછું કરવા ઇચ્છો છો? તો આ ડ્રિન્કને કરો ડાયટમાં સામેલ, જાણો કયાં સમયે પીવાથી થશે વધુ ફાયદો
આપ ઝડપથી વજન ઉતારવા ઇચ્છતા હો તો ડાયટની સાથે એક્સરસાઇઝ અને Apple Cider Vinegarનું સેવન કરી શકો છે. અનેક રિસર્ચનું તારણ છે કે, Apple Cider Vinegarના ગુણ વજન ઝડપથી ઓછું કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppApple Cider Vinegar વજન ઓછું કરવાામાં ખૂબ જ મદદગાર છે. આ સાથે Apple Cider Vinegarની બીજા અન્ય ફાયદા પણ શરીરને થાય છે. Apple Cider Vinegarને કોઇ પણ રીતે ડાયટમાં સામેલ કરીને વજન ઝડપથી ઉતારી શકાય છે.Apple Cider Vinegarમાં અનેક ગુણો છે
Apple Cider Vinegar એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. તે વજન ઓછું કરવામાં આપની મદદ કરે છે. તેમાં વિટામીન સી પણ છે. તે પોષણ તત્વોથી ભરપૂર છે. તેને સલાડમાં મિક્સ કરીને કે ડ્રિન્કની રીતે લઇ શકાય છે. તેના નિયમિત સેવનથી વજન ઝડપથી ઉતરે છે. Apple Cider Vinegar શરીરની ચરબીને બર્ન કરે છે
Apple Cider Vinegarના સેવનથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. Apple Cider Vinegarમાં મોજુદ એસિ઼ડ ભૂખને શાંત કરે છે. જેથી વધુ ખોટુ અનહેલ્થી ફૂડ ખાવાની ઇચ્છા નથી થતી. હાઇ બ્લડ શુગર લેવલ વજન વધારે છે. Apple Cider Vinegar હાઇ બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરે છે.
Apple Cider Vinegar વજન ઉતારવાની સાથે અર્થરાઇટિસ, યૂટીઆઇ,ડેન્ડર્ફ,યીસ્ટ ઇન્ફેકશન, એસિડિટીની સમસ્યામાં પણ કારગર છે. ઉપરાંત સાંધાના દુખાવામાં પણ ઔષધનું કામ કરે છે. Apple Cider Vinegarને સવારે ખાલી લેવાથી ફાયદો થયા છે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં 2 ચમચી Apple Cider Vinegar ઉમેરો સવારે અને રાત્રે સુતા પહેલા લેવાથી ફાયદો થાય છે.