‘તારક મહેતા કા..’ કઇ એક્ટ્રેસે દયાભાભી બનવાનો કર્યો ઇન્કાર, કહ્યું 'આવો વિચિત્ર રોલ હું ના કરું'
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસીને અટકળો બાદ હવે આ ભૂમિકા અન્ય કોણ અદા કરી શકે તેના પર પણ અટકળો સેવાઇ રહી છે. ત્યારે સુનેના ફોજદારને પણ આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા ત્રણ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી એટલે દયાબેન જોવા મળતા નથી. દિશા વાકાણીને એક દીકરી છે. મેટરનિટી લિવમાં ગયા બાદ તે કામ પર પરત ફરી નથી.
આ સ્થિતિમાં દયાબેનની ભૂમિકાને લઇને જુદી જુદી અટકળો સેવાઇ રહી છે. હાલ એક ઇન્ટરવ્યુમાં સુનૈના ફોજદારને પણ આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો.
સુનૈના ફોજદારને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, શું આપ દયાબેનની ભૂમિકા અદા કરવા માટે તૈયાર છો. તો આ સમયે સુનૈનાએ કહ્યું હતું કે, હું આ હાલ તે રોલ કરી રહી છું, તેનાથી ખુશ છું’
સુનૈનાએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું આ પહેલા જ બેલનવાલી બહુનો વિચિત્ર રોલ કરી ચૂકી છું. જે દયાબેન જેવો જ હતો હું દયાબેનની ભૂમિકાને પસંદ કરૂ છું પરંતુ હાલ તો હું મારી ભૂમિકાથી ખૂબ જ ખુશ છું’
નેહા મહેતાએ શોને અલવિદા કહી દીધા બાદ અંજલી ભાભીની ભૂમિકામાં સુનૈના ફોજદારની એન્ટ્રી થઇ છે. તે છેલ્લા 6થી 7 મહિનાથી આ શોમાં જોવા મળે છે. લોકો તેના અભિનયને પસંદ પણ કરી રહ્યાં છે.