દરિયાકિનારે અક્ષરા સિંહે બતાવ્યો હટકે સ્વેગ, બીચની પરની સિઝલિંગ તસવીરોએ ફેન્સના ઉડાડ્યા હોશ.........
Akshara Singh Chilling At Beach: ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ આજકાલ ગોવામાં પોતાના વેકેશનને શાનદાર રીતે એન્જૉય કરી રહી છે. તેને અહીંથી પોતાની કેટલીય તસવીરો શેર કરી છે, જેને જોઇને કહી શકાય છે કે તે અહીં જોરદાર મસ્તી કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅક્ષરા સિંહે સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે દરિયાકિનારે ચિલ કરતી દેખાઇ રહી છે.
અક્ષરા સિંહે વ્હાઇટ કલરનો ક્રૉપ ટૉપ અને ડેનિમ શોર્ટ્સ પહેરેલો છે, જેમાં તે એકદમ આકર્ષક અને હૉટ લાગી રહી છે.
વાદળી આકાશની નીચે, દરિયાના વાદળી પાણીની સાથે મસ્તી કરતી અક્ષરા સિંહની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે, અને આના પર જોરદાર પોતાનો પ્રેમ વરસાવી રહ્યાં છે.
આ તસવીરોને શેર કરતાં એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું - એક લહેર.... એક દિવસ... બધુ દુર કરી દે છે... અક્ષરા સિંહે અહીં જોરદાર પૉઝ આપ્યા.
અક્ષરા સિંહ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
અક્ષરા સિંહ ભોજપુરી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે. તે બિગ બૉસ ઓટીટીમાં પણ દેખાઇ ચૂકી છે, જે પછી તેની લોકપ્રિયતામાં ખુબ વધારો થયો છે. આ શૉમાં અક્ષરા સિંહે ખુબ સારી રમત બતાવી હતી પરંતુ તે વધારે દિવસ ના ચાલી શકી.