ટીવી આ જાણીતી એક્ટ્રેસે સર્જરી કરાવીને બદલી નાંખ્યો પોતાનો ચહેરો, હવે દેખાય છે આટલી ગ્લેમરસ, જુઓ નવા લૂકની તસવીરો....
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ સારા ખાનને સ્ટાર પ્લસની પૉપ્યૂલર સીરિયલ ‘સપના બાબુલ કા...બિદાઇ’થી એવી ઓળખ મળી છે, જેનાથી તે ઘરે ઘરે છવાઇ ગઇ છે. આ સીરિયલમાં તેનો સાધનાનો રૉલ લોકોને ખુબ પસંદ આવી ગયો છે. આ સીરિયલમાં સીધી સાદી દેખાતી સારા ખાન હવે એકદમ બદલાઇ ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App6 ઓગસ્ટ, 1991એ સારાનો જન્મ ભોપાલમાં થયો, તેના પિતા ડૉક્ટર અને માં બિઝનેસ વૂમન છે. સારાએ 2007માં મિસ ભોપાલનો ખિતાબ જીત્યો હતો. કેરિયરની શરૂઆતી દિવસોમાં તેને દુરદર્શન ભોપાલ અને ઇટીવીમાં એન્કરિંગનુ કામ પણ કર્યુ, પરંતુ તેને ઓળખ મળી 2007માં સીરિયલ બિદાઇથી.
સારા ખાન હવે પહેલાથી અનેકગણી બદલાઇ ગઇ છે, હવે હૉટ અને ગ્લેમરસ દેખાવવા લાગી છે. તેના લૂકમાં એટલો બધો ચેન્જ આવી ગયો છે કે તેને ઓળખવી મુશ્કેલી થઇ ગઇ છે.
સારાના લૂકમાં આવેલા ચેન્જમાં સૌથી મોટુ કારણ તેની લિપ સર્જરી છે, સારાએ સર્જરી કરાવીને પોતાના લિપ્સને અપલિફ્ટ કરાવ્યુ હતુ, પરંતુ સર્જરી એટલી સારી ના રહી અને તેનો લૂક ખુબ બદલાઇ ગયો.
શરૂઆતી દિવસોમાં તેના લૂકની ખુબ નિંદા થઇ, લોકોએ કહ્યું કે તેને પોતાનો ચહેરો ખરાબ કરી દીધો છે. આ પછી તે પોતાના લૂકને ઠીક કરાવવા માટે ખુબ પરેશાન થઇ હતી.
જોકે, આજકાલ તે ખુબ હૉટ અને ગ્લેમરસ દેખાય છે, જોકે આ ચેન્જ કઇ રીતે આવ્યો તેના પર કોઇ અપડેટ નથી.