Photos: સાઉદી અરબમાં જન્મી હતી બિગ બોસ વિનર તેજસ્વી પ્રકાશ, જાણો તેજસ્વીની જાણી-અજાણી વાતો
ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. બિગ બોસ 15નું ટાઈટલ જીત્યા બાદથી તેજસ્વી પ્રકાશ સતત હેડલાઈન્સમાં છે. અભિનેત્રી આ દિવસોમાં નાગિન 6માં જોવા મળી રહી છે. પરંતુ આજે અમે તમને તેજસ્વી પ્રકાશના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેજસ્વી પ્રકાશ આજે ભારતીય ટીવીની દુનિયામાં એક મોટું નામ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેજસ્વી પ્રકાશનો જન્મ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થયો હતો.
તેજસ્વીએ મુંબઈની કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
બિગ બોસના ઘરની અંદર તેજસ્વી અને કરણ કુન્દ્રાના સંબંધોના સમાચાર સતત ચર્ચામાં હતા. પછી આ કપલ એકબીજાના પ્રેમમાં પડ્યું હતું.
તેજસ્વી પ્રકાશ સાલે 2011માં લાઈફ ઓકે ટીવી શો '26 12'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેજસ્વી અને કરણ અવારનવાર એક સાથે દેખાતા હોય છે.
એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કરતી વખતે તેજસ્વીએ કહ્યું હતું કે જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તેણે કોલેજ ફેસ્ટિવલમાં ઘણા ઈનામો જીત્યા હતા.
આ સિવાય તેણે બ્યુટી કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો, જે તેણે જીત્યો હતો. બીગ બોસમાં દેખાયા બાદ તેજસ્વી ઘણી ફેમસ થઈ હતી.
પરંતુ શું તમે જાણો છો કે ટીવી સીરિયલમાં તેજસ્વીને પહેલી નોકરી કેવી રીતે મળી. આ પછી તેને એક પ્રોડક્શન હાઉસ તરફથી રોલ માટે ઓડિશન આપવાનો કોલ આવ્યો. પછી મેં આ ઓડિશન આપ્યું અને આ રીતે તેને સિરિયલમાં પહેલી તક મળી.