Happy Birthday Kashmera Shah: વન નાઇટ સ્ટેન્ડથી શરૂ થઇ હતી કાશ્મીરા અને કૃષ્ણાની લવ સ્ટોરી
આજે ટીવી એક્ટ્રેસ કાશ્મીરા શાહનો જન્મદિવસ છે. ટીવી શો 'હેલો બોલિવૂડ'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર કાશ્મીરા આજે જાણીતી વ્યક્તિત્વ છે. તે અવારનવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેતા કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહની લવ સ્ટોરી વન નાઈટ સ્ટેન્ડથી શરૂ થઈ હતી. બંને પહેલીવાર ફિલ્મ પપ્પુ પાસ હો ગયાના સેટ પર મળ્યા હતા.
હવે આ કપલ લગ્નજીવનનો આનંદ માણી રહ્યું છે. તેને બે જોડિયા બાળકો છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે કાશ્મીરી શાહે બે વાર લગ્ન કર્યા છે.
તેણીના પ્રથમ લગ્ન અમેરિકન બેંકર બ્રાડ લિસ્ટરમેન સાથે થયા હતા. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. લગભગ 6 વર્ષ પછી બંને એકબીજાથી અલગ થઈ ગયા.
આ પછી કૃષ્ણા તેના જીવનમાં આવ્યો. બંનેએ એકબીજાને ડેટ કર્યા અને પછી વર્ષ 2013માં લગ્ન કરી લીધા. બંનેએ પરિવારજનોને જાણ કર્યા વગર લગ્ન કરી લીધા હતા.
કાશ્મીરા શાહે એકવાર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે અને કૃષ્ણા વન નાઈટ સ્ટેન્ડ પછી એકબીજાની નજીક આવ્યા હતા. તેણે એક ઈન્ટરવ્યુમાં પણ ખુલાસો કર્યો હતો કે તે તેના તણાવને દૂર કરવા માટે સેક્સ કરે છે.
નોંધનીય છે કે વર્ષ 2017માં કાશ્મીરા શાહ સરોગસીની મદદથી માતા બની હતી. કાશ્મીરી શાહ આજે પણ બોલિવૂડની ઘણી સુંદરીઓ સાથે બોલ્ડનેસના મામલે ટક્કર આપે છે. કાશ્મીરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)