જૈસ્મીન ભસીનની દિવાનગી: અલી ગોની માટે 2 કરોડનું લોન લેવા તૈયાર! શું છે મામલો ?
હાલ બિગ બોસમાં જૈસ્મિન ભસીનું નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. એક્ટ્રેસનું અલી ગોની પ્રત્યેની કંઇક અલગ જ દિવાનગી જોવા મળી રહી છે. જૈસ્મિન અલી માટે કંઇ પણ કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે, તે બિગબોસમાંથી ખુદને બહાર કરી શકે છે. તે કલર્સ સાથે કરેલો કોન્ટ્રાક્ટ પણ તોડવા તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ બધું જ જાણીને અલી ગોની નિરાશ થઇ ગયો અને તેમણે રાહુલને જણાવ્યું કે, તેમણે લગ્ન વિશે ફરીથી વિચારવું પડશે, જો કે બીજી બાજુ જૈસ્મિન અલીને સમજાવવાની કોશિશ કરી રહી છે કે, “મારા પેરેન્ટસનો મતબલ એવો ન હતો. જે તું સમજી રહ્યો છે”
આપને જણાવી દઇએ કે, હવે જૈસ્મિનને આવું બધું જ એટલા માટે કહેવું પડે છે. કારણે કે અલીના કારણે તેમની પર્સનાલિટી દબાઇ ગઇ છે. જૈસ્મિનના પેરેન્ટસે પણ બિગ બોસમાં એન્ટ્રી મળતા તેમને એકલા જ રમવાની સલાહ આપી છે.
એક્ટ્રેસે જણાવ્યું કે, અલી તું આવું ન કહે, હું જ સ્વેચ્છાએ જ આ શોમાંથી એક્ઝિટ કરી જઇશ અને બેન્કમાંથી 2 કરોડની લોન લઇને તેમને ચૂકવી દઇશ. જ્યારે જૈસ્મિન આવું બોલી રહી હતી. ત્યારે રાહુલ અને અલી ખૂબ જ હસી રહ્યાં હતા.
જો કે મનથી દુ:ખી અલીએ જૈસ્મીનને જણાવ્યું કે, તે આ શો છોડવા માંગે છે. તેમની દષ્ટીએ આવું કરવાથી જૈસ્મિનની ગેમમાં સ્થિતિ સુધરી જશે. તે સારી રીતે ગેમમાં દેખાઇ શકશે. અલીના આ નિવેદન બાદ જૈસ્મિ 2 કરોડવાળી વાત કહે છે. તેમના જણાવ્યા મુજબ તે આ ગેઇમમાં માત્ર અલી માટે ટકી છે. તે અલીને જ ખુદની તાકાત ગણાવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -