Malaika Arora : ધોતી પહેરીને જાહેરમાં દેખાઈ મલાઈકા, નવા લૂકમાં પાડ્યો વટ
આ વખતે પણ મલાઈકા વ્હાઈટ કલરના પ્રિટેન્ડ ડ્રેસ પહેરીને કેમેરા સામે આવતાની સાથે જ ચાહકોના દિલ ધડકવા લાગ્યા. ધોતી સ્કર્ટ સાથે રિવીલિંગ ક્રોપ ટોપ પહેરીને મલાઈકાએ એવી સ્ટાઈલ બતાવી કે ચાહકો તેના લુકના દીવાના બની ગયા. મલાઈકા અરોરાના લેટેસ્ટ લૂકની તસવીરો જુઓ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં મલાઈકા અરોરા સફેદ રંગની ધોતી સ્કર્ટ સાથે રિવીલિંગ ક્રોપ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીના ટોપ અને સ્કર્ટ વચ્ચે ઘણું અંતર છે, જેના કારણે તે વધુ બોલ્ડ દેખાઈ રહી છે. આ રિવીલિંગ ડ્રેસ સાથે, મલાઈકા બ્રાઉન કલરની હેન્ડબેગ અને પીચ કલરની હાઈ હીલ્સ પહેરેલી જોવા મળી હતી.
આ રિવિલિંગ ડ્રેસ પહેરીને મલાઈકા (કેમેરા સામે આવતાની સાથે જ તેણે પોતાના લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા હતા. આટલું જ નહીં, મલાઈકાના પીળા રંગના ગોગલ્સે પણ તેના લુકમાં સુંદરતા વધારી દીધી હતી.
મલાઈકા આ ડ્રેસ પહેરીને બાંદ્રામાં જોવા મળી હતી. અભિનેત્રીએ પાપારાઝીને જોતાની સાથે જ એકથી વધુ પોઝ આપવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ એક્ટ્રેસનો આ કિલર લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની સગાઈના સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો આ બંને સ્ટાર્સ ટૂંક સમયમાં સગાઈ કરવાના છે. જોકે સત્તાવાર રીતે બંનેએ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. તે જ સમયે, સગાઈની સાથે, ટૂંક સમયમાં લગ્નના સમાચાર પણ આવી રહ્યા છે.Malaika Arora