Photos: એક્ટિંગની સાથે સાથે કિલર લૂક્સ માટે જાણીતી છે ભોજપુરી એક્ટ્રેસ નિધિ ઝા, જુઓ હટકે અંદાજ.....
મુંબઇઃ નિધિ ઝા ભોજપુરી અભિનેત્રી હોવાની સાથે મૉડલ અને ટીવી આર્ટિસ્ટ પણ છે. તેને ભોજપુરી ફિલ્મો ઉપરાંત ઘણીબધી હિન્દી સીરિયલોમાં કામ કર્યુ છે. બિહારની નિધિ ઝાને દર્શક તેની એક્ટિંગ માટે તો પસંદ કરે છે, સાથે સાથે તેનો કિલર લૂક્સ પણ ખુબ ગમે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિધિ ઝાનો જન્મ 18 ઓક્ટોબર 1988એ થયો હતો, તેને એક્ટિંગનો શોક પહેલાથી ન હતો, તે પહેલા ડૉક્ટર બનવા માંગતી હતી.
નિધિ ઝાના પિતા બાલાજી ટેલિફિલ્મ્સ માટે આસિસ્ટન્ટ ડાયેરેક્ટરનુ કામ કરતા હતા. નિધિ ઝા તેની સાથે ફિલ્મના સેટ પર જતી હતી.
તે સમયે નિધિ ઝાને એક હેર ઓઇલની એડ ઓફર થઇ અને તેને આ એડ કર્યા બાદ નક્કી કર્યુ કે તે એક્ટિંગના ફિલ્ડમાં કેરિયર બનાવશે.
નિધિ ઝાએ પોતાની કેરિયર પૉપ્યૂલર હિન્દી ટીવી શૉ ‘બાલિકા વધૂ’થી શરૂ કરી હતી. આ પછી તેને ઘણાબધા ટીવી શૉમાં કામ કર્યુ.
નિધિ ઝાએ વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘ગદર’થી પોતાની ભોજપુરી ફિલ્મ કેરિયરની શરૂઆત કરી હતી.
આ પછી નિધિ ઝાએ ઘણીબધી બ્લૉક બસ્ટર ફિલ્મોમાં કામ કર્યુ, જેમ કે ટ્રક ડ્રાઇવર 2, સત્યા, કસમ પેદા કરને વાલો કી, ગેન્ગસ્ટર દુલ્હનિયા વગેરે....
નિધિ ઝાને ટેટૂ બનાવવાનો પણ બહુજ શોખ છે, તેના ગળે, હાથ અને પગમાં કેટલાય ટેટૂ છે.
નિધિ ઝાએ ઘણા એવોર્ડ્સ જીત્યા છે, જેમ કે ઇન્ટરનેશનલ ભોજપુરી ફિલ્મ એવોર્ડ, ભોજપુરી ગ્રીન સિનેમા એવોર્ડ વગેરે.