અનુપમા ફેમ Nidhi Shah એ વેકેશનની તસવીરો કરી શેર, જોવા મળ્યો કિંજલનો કૂલ લૂક
ટીવી એક્ટ્રેસ નિધિ શાહે સોશિયલ મીડિયા પર પોતાની અદભૂત તસવીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી એક્ટ્રેસ નિધિ શાહે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ તેને વાસ્તવિક ઓળખ 'અનુપમા'થી મળી હતી.
નિધિ શાહ 'અનુપમા'માં રૂપાલી ગાંગુલીની ઓનસ્ક્રીન વહુ એટલે કે કિંજલનો રોલ કરી રહી છે.
નિધિ શાહ આ દિવસોમાં રજાઓ માણી રહી છે. હાલમાં તે લંડનમાં વેકેશન મનાવી રહી છે.
નિધિ શાહે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનની પોતાની તસવીરો શેર કરી છે. નિધિ શાહે ચાહકો સાથે લંડન બ્રિજ, રસ્તાઓ અને સુંદર નજારાઓની ઝલક શેર કરી હતી.
અનુપમામાં જ્યાં નિધિ શાહ એક સંસ્કારી વહુ તરીકે જોવા મળે છે પરંતુ વેકેશન દરમિયાન નિધિ શાહ કૂલ અંદાજમાં જોવા મળી હતી
અભિનેત્રીએ સફેદ ટોપ અને વાદળી ડેનિમ સાથે સ્વેટર પહેર્યું હતું. નિધિ શાહની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.