Nikki Tamboli Pics: સિમ્પલ ડ્રેસમાં કિલર લુક આપતી દેખાઈ નિક્કી તંબોલી, જુઓ ફોટો
'બિગ બોસ'થી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવનાર સાઉથની અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ પોતાનો ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિક્કી તંબોલી હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી.
નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. 'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે.
નિક્કી તંબોલીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.
તાજેતરની તસવીરોમાં, નિક્કી તંબોલી સલવાર કમીઝમાં કિલર લુક આપતી જોવા મળે છે. ફેન્સ નિક્કીના દરેક લુકના વખાણ કરતા થાકતા નથી.
નિક્કી તંબોલી તેના લુક સાથે ઘણો પ્રયોગ કરે છે. જોકે, દેશીથી લઈને વેસ્ટર્ન દરેક લુકમાં તે ચાહકોને દિવાના બનાવે છે.
નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના ફોટો અને વીડિયો શેર કરીને ચર્ચામાં રહે છે.
'બિગ બોસ' સિવાય નિક્કી તંબોલી 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે 'ઝલક દિખલા જા'માં પણ સ્પર્ધક તરીકે જોવા મળશે. (તમામ ફોટો સોર્સ - ઈંસ્ટાગ્રામ)