'તારક મહેતા'ના જેઠાલાલે શેર કરી દીકરીના લગ્નની ખાસ તસવીરો, લોકોને હસવનારો ખુદ રડી પડ્યો, જુઓ.......
મુંબઇઃ ટીવીના સૌથી પૉપ્યૂલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરેકને હંસવનારા જેઠાલાલ ઉર્ફે દીલીપ જોશીએ પોતાના એકાઉન્ટ પર પોતાની દીકરીની લગ્નની તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં દીલીપ જોશીની દીકરી નિયતિના લગ્ન થયા છે. દીકરીને પરણાવીને દિલીપ ખૂબ જ ભાવુક થઈ ગયો છે, તેની તસવીર ખુબ વાયરલ થઇ છે. જુઓ તસવીરો......
દીકરી નિયતીના લગ્નની તસવીરો દીલીપ જોશીએ ખુદ પોતાના એકાઉન્ટ પરથી શેર કરી છે. દિલીપ જોશીએ નવી પરિણીત દીકરી અને જમાઈને નવી સફરની શુભકામના પાઠવી છે.
દિલીપ જોશીએ કપલનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો સાથે બીજા એક ફોટોમાં કપલ લગ્નની પ્રતિજ્ઞા લેતા નજરે ચડી રહ્યા છે. દિલીપ જોશી અને તેમની ધર્મપત્ની તેઓની દીકરીને દુલ્હન તરીકે જોઈને ભાવુક થઈ ગયા હતા.
ઈમોશનલ કેપ્શન લખ્યુ છે- તમે ફિલ્મો અને ગીતો પાસેથી એ લાગણીનો આઇડિયા લગાવી શકો છો પરંતુ આખરે દીકરીના લગ્ન એક અભૂતપૂર્વ ઘટના છે.
નિયતિ જોષીના લગ્ન જેની સાથે થયા છે તેનું નામ યશોવર્ધન મિશ્રા છે. 4 વર્ષથી નિયતિ અને યશોવર્ધન એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને કોલેજમાં પણ સાથે જ ભણી રહ્યાં હતા.
તેમના લગ્ન પહેલા જ થવાના હતા પરંતુ લોકડાઉનના કારણે તેમના લગ્ન થઇ શક્યા નહોતા પરંતુ હવે આખરે ધામધૂમથી તેઓના લગ્ન થયા હતા.
નિયતિ જોષીના લગ્ન
નિયતિ જોષીના લગ્ન
નિયતિ જોષીના લગ્ન
નિયતિ જોષીના લગ્ન