Photos : ના પૈસા હતા કે ના રહેવાની જગ્યા... આ અભિનેત્રીના હતા માઠા દિવસો
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક જૂના ઈન્ટરવ્યુમાં શાઈનીએ પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, '2013માં સરસ્વતીચંદ્ર' દરમિયાન તે સારી કમાણી કરતી હતી. હું બે ઘરની સંભાળ રાખતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'પણ જ્યારે શો બંધ થયો અને હું બીજો શો શોધી શકું તે પહેલાં બધી બચત જતી રહી. મને લાગતુ કે, આ કેવી જીંદગી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષો વધુ સારા રહ્યા છે.
આ સિવાય શાઈનીએ કહ્યું હતું કે, જ્યારે હું મુંબઈ આવી ત્યારે ઘરની જવાબદારી પણ મારી હતી. હું માત્ર 15 હજાર રૂપિયા લઈને આવી હતી.
શાઈનીએ કહ્યું હતું કે, મારી પાસે ન તો પૈસા હતા કે ન તો રહેવા માટે જગ્યા. જીવન મુશ્કેલ હતું. મારે મારા ભાઈ અને માતાની પણ કાળજી લેવી પડતી. જિંદગીએ મને એવી પરિસ્થિતિમાં મૂકી દીધી હતી કે મારે જ કમાવું પડ્યું. મારા પિતા અમને છોડીને ગયા ત્યારે મારો ભાઈ ભણતો હતો. મમ્મી ગૃહિણી હતી. મારે બધું જ કરવાનું હતું.
'હું એક ગુજરાતી પરિવારમાંથી આવું છું અને ત્યાં એક એક્ટર હોવુ સારી બાબત નથી ગણાતી. પહેલા ટીકા થઈ. તે સમયે મારી માતા મારો સૌથી મોટો આધાર હતો. તે જ મને તાકાત આપતી હતી. મને યાદ છે કે, જ્યારે સેટ પર મારો દિવસ સારો ના રહે ત્યારે હું તેને કહેતી કે, 'મમ્મી સેટ પે આજ બેઈજ્જતી હો ગઈ' અને તે કહેતી કે કોઈ વાંધો નહીં'
ઉલ્લેખનીય છે કે, શાઈનીએ સરોજિની- એક નયી પહેલ, સરસ્વતીચંદ્ર, બહુ હમારી રજનીકાંત, લાલ ઈશ્ક, ખતરોં કે ખિલાડી 8, શ્રીમદ ભાગવત મહાપુરાણ, અલિફ લૈલા જેવા ઘણા શો કર્યા છે.
હાલ અભિનેત્રી પંડ્યા સ્ટોરમાં જોવા મળે છે. જો કે, આ શોમાં લીપ આવવાની છે અને શોની જૂની કલાકારોએ શો છોડી દીધો છે. શાઇની દોશીએ પણ શો છોડી દીધો છે. શોના જૂના કલાકારો સાથે છેલ્લા દિવસનું શૂટિંગ કરવામાં આવ્યું છે.