માથા પર ચાંદલો, લાલ સૂટ-સલવાર પહેરીને દિવ્યાંકા ત્રિપાઠી બની પંજાબી કુડી, જુઓ તસવીરોમાં જલવો..........
Divyanka Tripathi Punjabi Kudi: દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસમાંની એક છે, તાજેતરમાં જ તેને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લૂક એક પંજાબી કુડીની જેવો દેખાઇ રહ્યો છે. તેની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યાંકા ત્રિપાઠીએ જે તસવીરો શેર કરી છે, તેમાં તેને લાલ રંગનો સૂટ સલવાર પહેરેલો છે, જેને ગૉલ્ડન જરીથી મઢવામાં આવ્યો છે.
દિવ્યાંકા ત્રિપાઠીએ માથાને ઢાંકતા પોતાનો દુપટ્ટો પહેરેલો છે, જેના પર લાગેલી ગૉલ્ડન ગોટા પટ્ટી તેના લૂકને વધુ દિલકશ બનાવી રહ્યો છે.
દિવ્યાંકા ત્રિપાઠીએ આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેની સાથે તેને કેપ્શનમાં લખ્યું- કંઇક બની રહ્યું છે હેશટેગ પંજાબી કુડી............
દિવ્યાંકા ત્રિપાઠીની આ તસવીરો જોઇને ફેન્સ માથુ ખંજવાળવા મજબૂર થઇ ગયા છે કે આ બધુ શું થઇ રહ્યું છે. કેટલાક ફેન્સ તેને સવાલો પણ કરી રહ્યાં છે બતાવો આ શું થઇ રહ્યું છે. આ તસવીરો જોઇને કહી શકાય છે કે કદાચ આ તેના નવા પ્રૉજેક્ટની તસવીરો છે. બની શકે છે કે જલદી એક્ટ્રેસ પંજાબી લૂકમાં પોતાના ફેન્સની સામે આવે.
દિવ્યાંકા ત્રિપાઠી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 17 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. તેની દરેક તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરે છે.