આ પાકિસ્તાની ફિલ્મમાં કામ કરી ચૂકી છે ટીવી એક્ટ્રેસ Shweta Tiwari
શ્વેતા તિવારીએ તેની કારકિર્દીમાં ભોજપુરી ફિલ્મ ઉદ્યોગથી લઈને પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગમાં કામ કર્યું છે. શ્વેતા આજે ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢની રહેવાસી છે. તેમનું બાળપણ પણ ત્યાં જ વીત્યું છે.
શ્વેતા તિવારીએ વર્ષ 1999માં ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. અભિનેત્રીની પ્રથમ સીરીયલ કલીરે હતી, જો કે તેને સૌથી વધુ ઓળખ કસૌટી જીંદગી કીથી મળી હતી.
'કસૌટી ઝિંદગી કી'માં પ્રેરણા બનીને તે લોકોના દિલમાં સ્થાન મેળવ્યુ હતું. ટીવી સિરિયલો સિવાય અભિનેત્રી ઘણા રિયાલિટી શોનો પણ ભાગ રહી ચુકી છે.
શ્વેતા તિવારી 'સેવ મી ફ્રોમ ધીસ જંગલ' અને 'ઝલક દિખલા જા'નો ભાગ રહી ચૂકી છે. અભિનેત્રી બિગ બોસ 4માં પણ જોવા મળી હતી અને વિજેતા પણ બની હતી.
ટીવી સીરિયલ સિવાય શ્વેતા તિવારી વર્ષ 2014માં પાકિસ્તાની ફિલ્મ 'સલ્તનત'માં પણ જોવા મળી હતી. આ સિવાય શ્વેતાએ પંજાબી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
શ્વેતા તિવારીએ બે વાર લગ્ન કર્યા છે. તેણે પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે કર્યા હતા, આ દંપતીને એક પુત્રી પલક છે. શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા, તે પણ ટકી શક્યા નહીં. દંપતીને રેયાંશ નામનો પુત્ર છે.શ્વેતા તિવારીની સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 3.7 મિલિયન ફોલોઅર્સ છે.