દેશી ઘીમાં છે અદભૂત ગુણ, તેના સેવનથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો સેવન
પહેલાના જમાનામાં વડીલો ઘી ખાવાની સલાહ આપતા હતા. ધીના પોષકતત્વો શરીરને પોષણ આપવાની સાથે શરીરને બીમારીઓથી પણ દૂર રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેશનલ સેન્ટર ફોર બાયોટેકોનોલોજી ઇન્ફરમેશનની દ્રારા પ્રકાશિત વૈજ્ઞાનિક રિસર્ચ મુજબ ઘી કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આયુર્વૈદિક જડી બુટ્ટીને ઘીમાં મિકસ કરીને ખાવાથી તેનો એન્ટીઓક્સિડન્ટસ પ્રભાવ વધી જાય છે.
કેન્સરથી બચવા માટે ઘીનું સેવન કરી શકાય છે. ઘીમાં કાર્સિનોજેનગુણ હોય છે. આ ઉપરાંત ઘી કેન્સરની ગાંઠની વૃદ્ધિને અટકાવે છે. ઘીમાં જોવા મળતું લિનોલીક એસિડ કોલોન કેન્સરને રોકવા માટે પણ કામ કરી શકે છે.
જો તમારે વજન ઓછું કરવું હોય તો ઘીનું સેવન કરીને તેને નિયંત્રિત કરી શકાય છે. ઘીમાં સેચ્યુરેટેડ ફેટી એસિડ અને ફોલિક એસિડ મળી આવે છે. આ બંને વજન વધતા અટકાવે છે અને વધેલા વજનને ઘટાડવામાં મદદ કરે છે. સંતૃપ્ત ફેટી એસિડ્સ, જે શોર્ટ ચેઈન ફેટી એસિડ્સ છે, ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.
આયુર્વેદ અનુસાર ઘી પચવામાં સરળ છે. તે તેલ કરતાં પેટ માટે હળવું હોય છે. ખાસ કરીને ગાયનું ઘી પાચનતંત્રને સુધારે છે. ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં મહિલાઓમાં કબજિયાત, ઉબકા અને ઉલ્ટીની સમસ્યાને ઓછી કરવા માટે ભોજનમાં ઘીનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે.
હાડકાંનું વહેલું તૂટવું અને તેમને જોડાવામાં મુશ્કેલી એ નબળા હાડકાંની નિશાની છે. શરીરમાં વિટામિન-કેની ઉણપને કારણે આવું થાય છે. ભેંસના દૂધમાંથી બનેલા ઘીમાં વિટામિન-કેની પૂરતી માત્રા હોય છે, જે હાડકાંને મજબૂત કરવાની સાથે તેમના વિકાસમાં પણ મદદ કરે છે.