બે વાર ડિવોર્સ લઈ ચૂકેલી આ હૉટ ટીવી એક્ટ્રેસને 11 વર્ષ નાના એક્ટર સાથે બંધાયા સંબંધ, કોના પર શારીરિક શોષણનો મૂકેલો આરોપ ?
મુંબઇઃ પૉપ્યુલર ટીવી સીરિયલ ઇક વીર દી અરદાસ-વીરા ફેમ ટીવી એક્ટ્રેસ સ્નેહા વાઘ (Sneha Wagh) આજકાલ બિગ બૉસ મરાઠી (Bigg Boss Marathi)ની ત્રીજી સિઝનમાં દેખાઇ રહી ચે. શૉ દરમિયાન સ્નેહાએ પોતાના અસફળ લ્ગનોનો ઉલ્લેખ કર્યા બાદ તે સતત ચર્ચામાં રહી છે. આ શૉમાં તેના પતિ આવિશ્કાર દાર્વેકર પણ એક કન્ટેસ્ટન્ટ સામેલ છે. સ્નેહા કેટલીય હિન્દી ટીવી સીરિયલોમાં દેખાઇ ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્નેહા વાઘ હિન્દી ટીવીની જાણીતી એક્ટ્રેસ છે. તેને ઇમેજિન ટીવીના શૉ જ્યોતિથી ઓળખ બનાવી. આ સીરિયલમાં તે લીડ રૉલમાં હતી. આ પછી તેને ચંદ્રગુપ્ત મોર્ય સીરિયલમાં મૂરાની ભૂમિકા નિભાવી અને પછી તે વીરા સીરિયલમાં પણ લીડ રૉલમાં દેખાઇ.
સ્નેહાનો જન્મ મુંબઇના કલ્યાણમાં થયો. તેને બાળપણમાં જ એક્ટિંગનો બહુ શોખ હતો. સ્નેહાએ માત્ર 13 વર્ષની ઉંમરમાં જ મરાઠી થિએટરમાં કામ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. સ્નેહા મરાઠી સીરિયલ અધુરી એક કહાનીમાં પણ દેખાઇ ચૂકી છે. જે પછી તેને હિન્દી સિનેમા તરફથી રૂખ કર્યો હતો.
સ્નેહાના પહેલ લગ્ન આવિશ્કાર દાર્વેકર સાથે થયા. તે સમયે તેની ઉંમર ફક્ત 19 વર્ષની હતી. સ્નેહાનુ કહેવુ છે કે તેને પોતાના લગ્નમાં શારીરિક અને માનસિક પરેશાનીનો સામનો કરવો પડ્યો. આ પછી તેને પોતાના પતિથી તલાક લઇ લીધા.
સ્નેહાએ વર્ષ 2015માં ઇન્ટીરિયર ડિઝાઇનર અનુરાગ સોલંકા સીથે બીજા લગ્ન કર્યા, પરંતુ તેના બીજા લગ્ન પણ ના ચાલ્યા. માત્ર 8 મહિના બાદ સ્નેહા પોતાના પતિથી અલગ થઇ ગઇ. જોકે, બન્નેએ અધિકારીક રીતે તલાક નથી લીધા. પરંતુ તેનુ કહેવુ છે કે તે જલદી તલાક લઇ લેશે.
બિગ બૉસ શૉ દરમિયાન સ્નેહાએ પોતાના બન્ને અસફળ લગ્નોનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે તેને લાગે છે કે પુરુષોને માનસિક રીતે મજબૂત મહિલા પસંદ નથી હોતી.
શૉ દરમિયાન તલાકની વાત કરવાને લઇને ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ તેના પર વિક્ટિમ કાર્ડ પ્લે કરવાનો આરોપ લગાવ્યો. કામ્યાએ ટ્વીટ કરીને કહ્યું કે આ રીતની વાત કરીને તે રમતને ગંદી બનાવી રહી છે.
પોતાના અસફળ લગ્ન ઉપરાંત સ્નેહા વાઘ ખુદથી 11 નાના ફેઝલને ડેટ કરવાની ખબરોને લઇને પણ ચર્ચામાં રહી ચૂકી છે. જોકે, બન્ને તરફથી આ ખબરોને માત્ર અફવાઓ જ ગણાવી છે.