'તે મને એક રૂમમાં લઇ ગયો, મારી સાથે અડપલાં કરવાના શરૂ કર્યા, ને અચાનક........' Taarak Mehta શૉની હીરોઇનનો કાસ્ટિંગ કાઉચ પર મોટો ખુલાસો
Photos: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ એક્ટ્રેસ આરાધના શર્મા આજકાલ ઘરે ઘરે એક જાણીતું નામ બની ગયુ છે. આ બધુ હાંસલ કરવા એક્ટ્રેસે ખુબ જ સંઘર્ષ કર્યો, હવે તેને તે બધુ મળી પણ ગયુ છે. તેને પોતાની કેરિયરની શરૂઆતમાં કેટલાય દર્દનાક અને ખરાબ અનુભવોનો પણ સામનો કરવો પડ્યો. એક્ટ્રેસે હવે એક ચોંકાવનારા કાસ્ટિંગ કાઉચ અનુભવ વિશે ખુલાસો કર્યો છે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં એક્ટ્રેસે પોતાની સાથે ઘટેલી ઘટના અને કાસ્ટિંગ કાઉચનો એકદમ ખરાબ અનુભવ શેર કર્યો. તેણે જણાવ્યું કે તે ઘટના બાદ તે ખૂબ જ ડરી ગઈ હતી.
આરાધનાએ કહ્યું, 'મારી સાથે એક ઘટના બની. આ ઘટના હું મારી આખી જીંદગીમાં ક્યારેય ભૂલી શકતી નથી. આ 4-5 વર્ષ જૂની છે. તે સમયે હું પુણેમાં ભણતી હતી, આ મારા હૉમ ટાઉન રાંચીમા થયું.
એક વ્યક્તિ હતો, જે મુંબઈમાં કાસ્ટિંગનું કામ કરતો હતો, તે સમયે હું પુણેમાં મૉડલિંગ અસાઇનમેન્ટ કરતી હતી. હું રાંચી ગઇ. તેણે મને કહ્યું કે તે મને કોઇ રૉલ માટે કાસ્ટ કરી રહ્યો છે.
તેણે આગળ કહ્યું, 'અમે એક રૂમમાં સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા. ત્યારે તે મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તેને અડપલાં કરવાનાં શરૂ કર્યા. હું સમજી શકી નહીં કે શું થઈ રહ્યું છે. મને એટલું જ યાદ છે કે મેં તેને ધક્કો માર્યો હતો, અને પછી દરવાજો ખોલીને ભાગી ગઇ. થોડા દિવસો સુધી હું આ વિશે કોઈને કહી શકી નહીં. તે ખૂબ જ ખરાબ હતું.
આ પછી મને કોઈના પર પણ વિશ્વાસ ન હતી કરી શકતી. હું કોઈપણ પુરુષ સાથે રૂમ શેર કરી શકતી નથી. મારા પિતા સાથે પણ નહીં. એવું થયુ હતુ મારી સાથે. હું કોઈને પણ મને સ્પર્શવા ન હતી દેતી. મને બહુ ખરાબ અનુભવ થયો હતો. તે ખૂબ જ ખરાબ અનુભવ હતો.
અભિનેત્રીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હીરો ગાયબ મૉડ ઓન, અલાદ્દીન - નામ તો સુના હોગા જેવા શૉ પણ કરી ચૂકી છે.