Rubina: ગૉલ્ડન ગિલ્ટરી સાડીમાં રૂબિના દિલૈકનો સોન પરી જેવો લૂક, ફેન્સ થયા લટ્ટૂ...
Rubina Dilaik Gorgeous Looks: ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના સ્ટાઇલિશ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટા પર સાડીમાં તસવીરો શેર કરી છે જેમાં તેનો લૂક બધાને દિવાનો કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂબિના દિલૈકે જે તસવીરો શેર કરી છે તેમાં તે જગમગતી ગૉલ્ડન સાડીમાં દેખાઇ રહી છે. તેનો લૂક કોઇ સોનાની પરીથી કમ નથી લાગી રહ્યો.
આ સાડીની સાથે તેને ગૉલ્ડન કલરનો બ્લાઉઝ પહેરેલો છે, અને પોતાના વાળોમાં એકબાજુથી ક્લિપ લગાવી રાખે છે. તેને પોતાના એક હાથમાં બંગડીઓ અને બીજા હાથમાં ઘડિયાળ પહેરેલી છે.
સોનેરી તડકાની સાથે સોનેરી સાડીમાં રૂબિના દિલૈકની આ તસવીરો ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોને શેર કરતાં રૂબિના દિલૈકે કેપ્શનમાં લખ્યું - ગૉલ્ડન સમય મારા મેજિક મેન અભિનવ શુક્લાની સાથે...
ખરેખરમાં, તાજેતરમાં જ રૂબિના દિલૈકની નાની બહેન જ્યોતિકાની સગાઇ થઇ છે. રૂબિના દિલૈકની આ તસવીરો તે ફક્શનની છે. તેને જોઇને કહેવામાં આવી રહ્યુ છે કે તેને આ પાર્ટીની બધી જ લાઇમલાઇટ ચોરી લીધી હશે.
રૂબિના દિલૈકે છોટી બહુ અને શક્તિ જેવી સીરિયલો કરી છે. આ પછી તે બિગ બૉસ 14માં વિનર પણ રહી ચૂકી છે. રૂબિના દિલૈકની સ્ટાઇલ બિગ બૉસના ઘરમાં ખુબ ચર્ચામાં આવી હતી. તે હંમેશા આ શૉમાં ટિપ ટૉપ દેખાતી હતી.