Malala Marriage: મલાલાએ અસર સાથે કર્યાં નિકાહ, જુઓ તેના લગ્નની શાનદાર તસવીરો
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ લગ્ન સૂત્રમાં બંધાઇ ગઇ. મલાલાએ ટ્વિટ કરીને આ મુદ્દે જાણકારી આપી છે ટ્વીટમાં લખ્યું કે, 'આજનો દિવસ મારા જીવનનો અમૂલ્ય દિવસ છે. જીવનભર સાથ નિભાવવા માટે હું અને અસર લગ્ન સૂત્રથી બંધાયા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાલાએ આગળ લખ્યું કે, બર્મિંગહામમાં તેમના ઘરે એક નાનકડી નિકાહ સેરેમની કરી હતી, જેમાં બંને પરિવારોએ હાજરી આપી. તેમણે તેમના શુભેચ્છકોને તેમની શુભકામનાઓ આપવા જણાવ્યું છે. મલાલા તેના નવજીવનની સફરને લઇને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે.
મલાલાએ આ ટ્વિટ સાથે લગ્નની કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે સિમ્પલ જ્વેલરી સાથે ટી પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેના પતિ અસર સાદા સૂટ પહેરેલા જોવા મળે છે. બંનેની જોડીની તસવીરો સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે.
મલાલાના ટ્વીટને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે.તેમના ટ્વીટને 70 હજારથી વધુ લાઈક્સ અને 6 હજારથી વધુ રીટ્વીટ મળી ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે છોકરીઓના શિક્ષણ અને શાંતિ માટે અવાજ ઉઠાવવા બદલ તાલિબાને 9 ઓક્ટોબર 2012ના રોજ મલાલાને ગોળી મારી હતી ત્યારે તે માત્ર 15 વર્ષની હતી. જે બસમાં મલાલા તેના સાથીઓ સાથે શાળાએ જઈ રહી હતી તે બસમાં તાલિબાન આતંકવાદીઓ ચઢી ગયા હતા. તાલિબાની આતંકવાદીઓએ બસમાં પૂછ્યું, 'મલાલા કોણ છે?' બધા ચૂપ રહ્યા પણ તેમની નજર મલાલા તરફ ગઈ. આતંકવાદીઓએ મલાલા પર ગોળી ચલાવી હતી જે તેના માથામાં વાગી હતી.
તાલિબાન આતંકવાદીઓ દ્વારા તેમના પર થયેલા હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી હતી. આ હુમલાના વિરોધમાં દુનિયાભરના લોકોએ મલાલાને સમર્થન આપ્યું હતું. આ પછી મલાલાએ પાછું વળીને જોયું નથી. તાલિબાન સામે અવાજ ઉઠાવ્યો અને મહિલાઓને શિક્ષિત કરવા માટે તાલિબાની સામે બીડું ઝડપ્યું. 2014માં મલાલાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. મલાલા 17 વર્ષની સૌથી નાની વયે નોબેલ પુરસ્કાર વિજેતા બની હતી