સંક્રમિત હોમ ક્વોરોન્ટાઇનમાં રહેતા આ સેલેબ્સનો શું છે હાલ, તસવીરો શેર કરી શું લખ્યું...

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ છે. તેવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર પણ સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં કેટલાક હોમ આઇસોલેટ છે અથવા તો કેટલાક હોસ્પિટલમાં ભરતી છે. જે હોમ આઇસોલેટ છે તેમણે તેમની તસવીર શેર કરતા હાલ વ્યક્ત કર્યો છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભાભીજી ઘર પે હૈની ફેમ અંગુરી ભાભી શુભાંગી સંક્રમિત હોવાથી હાલ હોમ ક્વોરોટાઇન છે. તેમણે તેમની તબિયતની જાણકારી આપતા લખ્યું કે, ‘હોમ ક્વોરોન્ટાઇ છું. મને તાવ છે અને ગળામાં દુખાવની સમસ્યા પણ છે.

ભૂમિ પેડનેકર કોરોના સંક્રમિત છે. તેમણે ખુદને હોમક્વોરોન્ટાઇ કરી છે. તેમણે તેમની તબિયત વિશે માહિતી આપતા જણાવ્યું કે. તે સાવધાની વર્તી રહી છે. તેને માઇલ્ડ કોરોનાના લક્ષણ છે.
આલિયા ભટ્ટે સંક્રમિત થયા બાદ હોમ ક્વોરોન્ટાઇનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે બેડ પર સૂતેલી જોવા મળી રહી છે. તે ટેડીબિયર સાથે આરામ કરતી જોવા મળી રહી છે.
સિંગર આદિત્યા નારાયણ પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. તેઓ હાલ હોસ્પિટલમાં છે. તેમણે તેનો હાલ રજૂ કરતા કહ્યુ હતું કે, સંકમિત થયા બાદ બોડી પેઇન સખત થતું હતું. હાલ સારવાર ચાલું છે રિકવર થઇ રહ્યો છું.