અભિનેત્રી શ્વેતા તિવારીએ ફ્લૉન્ટ કર્યા એબ્સ, ફેન્સના હોશ ઉડ્યા, ચાહનારાઓએ આપ્યો Fittest Momનો ખિતાબ, જુઓ તસવીરો.....
મુંબઇઃ એક્ટ્રેસ શ્વેતા તિવારી ટીવીની દુનિયાનુ જાણીતુ નામ છે. તેને કેટલીય હીટ ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે. આ કારણ છે કે તેના ઇન્સ્ટાગ્રામ પર સારુ એવુ ફેન ફોલોઇંગ પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્વેતા તિવારી એક્ટિંગ ઉપરાંત પોતાની ફિટનેસને લઇને ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે લગભગ 10 કિલો વજન ઉતારી દીધુ છે. નવા સબૂતો તેના દ્વારા તાજેતરમાં જ શેર કરવામાં આવેલી તસવીરો પણ છે.
શ્વેતા તિવારીએ પોતાની ઇન્સ્ટા સ્ટૉરી પર આ તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે પોતાના એબ્સ બતાવી રહી છે. શ્વેતા તિવારી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે, અને ફેન્સ તેને 'ફિટેસ્ટ મૉમી'નો ખિતાબ પણ આપી રહ્યાં છે.
શ્વેતા તિવારી પોતાના ફોલોઅર્સને પણ ફિટ રહેવાની ટિપ્સ આપતી રહે છે, અને તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એ વાતનો પણ સબૂત પણ છે કે તેની ફિટનેસ હવે એક એલગ લેવલ પર પહોંચી ગઇ છે.
શ્વેતા તિવારીએ બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા, બન્નેનેનો સંબંધ ખુબ ખરાબ મૉડ પર આવીને ખતમ થઇ ગયો હતો. આ પછી તેને વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા.