બોલીવૂડમાં જ્યારે નાના બેજટની ફિલ્મો મોટા બજેટની ફિલ્મો સાથે રિલીઝ થઈ અને સારી કમાણી કરી, જાણો યાદી
નાના બજેટની ફિલ્મોનું તાજેતરમાં રિલીઝ થયેલી કાશ્મીર ફાઇલ્સ સારું ઉદાહરણ છે. અનુપમ ખેરની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે પ્રભાસની બીગ બજેટ ફિલ્મ રાધે શ્યામ પોતાનો કમાલ ના બતાવી શકી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાનની મોટી ફિલ્મ એક થા ટાઈગર સામે નવાઝુદ્દીન સિદ્દીકીની ગેંગ્સ ઓફ વાસેપુર 2 રિલીઝ થઈ હતી. એક થા ટાઈગરની સામે ગેંગ્સ ઓફ વાસેપુરે ભલે બોક્સ ઓફિસ પર બહુ કમાણી ન કરી હોય, પરંતુ નવાઝના અભિનયની ચર્ચા થઈ હતી.
અક્ષય કુમાર અને શાહરૂખ ખાનની ફિલ્મો ઘણી વખત એક સાથે રિલીઝ થઈ છે. પરંતુ તેની ફિલ્મોનું પરિણામ હંમેશા સરખું રહ્યું નથી. શાહરૂખની જબ હેરી મેટ સેજલ, અક્ષયની ફિલ્મ સામે નબળી સાબિત થઈ હતી.
શાહરૂખ ખાનની ઓમ શાંતિ ઓમ સામે રણબીર કપૂરની ફિલ્મ સાંવરિયાનું ટકી રહેવું પહેલેથી જ મુશ્કેલ હતું. સંજય લીલા ભણસાલીએ રણબીર કપૂર અને સોનમ કપૂરની સાંવરિયા શાહરુખની ઓમ શાંતિ ઓમ સાથે લોન્ચ કરી હતી. જો કે શાહરૂખ ખાનની ફિલ્મ સામે રણબીર અને સંજય ભણસાલીની પ્રતિભા ફિક્કી પડી ગઈ હતી.
શાહરૂખ ખાનની ઓમ શાંતિ ઓમ સામે રણબીર કપૂરની ફિલ્મ સાંવરિયાનું ટકી રહેવું પહેલેથી જ મુશ્કેલ હતું. સંજય લીલા ભણસાલીએ રણબીર કપૂર અને સોનમ કપૂરની સાંવરિયા શાહરુખની ઓમ શાંતિ ઓમ સાથે લોન્ચ કરી હતી. જો કે શાહરૂખ ખાનની ફિલ્મ સામે રણબીર અને સંજય ભણસાલીની પ્રતિભા ફિક્કી પડી ગઈ હતી.
ઘણી વખત હિન્દી ફિલ્મોના દર્શકો સાઉથની ફિલ્મોને ચૂકી જાય છે. પરંતુ અલ્લુ અર્જુનની પુષ્પા એવી ફિલ્મ છે જેણે રણવીર સિંહની 83ને જોરદાર ટક્કર આપી હતી. પુષ્પાએ 83 કરતાં સારી કમાણી અને પ્રસંશા મેળવી હતી.
આ મહિને દર્શકોને બોલિવૂડની સૌથી મોટી ફિલ્મી ટક્કર જોવા મળશે. શાહિદ કપૂરની ફિલ્મ જર્સી બોક્સ ઓફિસ પર યશ અને સંજય દત્તની ફિલ્મ KGF ચેપ્ટર 2 સાથે ટકરાશે. ચાહકો છેલ્લા 3 વર્ષથી KGF ચેપ્ટર 2ની રાહ જોઈ રહ્યા છે. બંનેની સ્પર્ધા વિશે વાત કરીએ તો, જર્સી KGF 2 ની સામે ખૂબ જ નાની ફિલ્મ છે. આવી સ્થિતિમાં જર્સી રોકિંગ સ્ટાર યશની ફિલ્મ સામે ટકી શકશે કે કેમ, તે જોવાનું રહેશે.