ચીન-પાકિસ્તાનને ભારે પડનારાં રાફેલ ફાઈટર જેટ બનશે ગેમ ચેન્જર, આ જેટ શું ધરાવે છે ખાસિયતો ? જુઓ તસવીરો
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 10 વિમાનોની ડિલિવરી સમય પર પૂરી થઈ ગઈ છે અને તેમાંથી પાંચ વિમાન ટ્રેનિંગ મિશન માટે ફ્રાન્સમાં જ રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ 36 વિમાનની ડિલિવરી 2021ના અંત સુધી પૂરી થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે વાયુસેના માટે 36 રાફેલ વિમાન ખરીદવા માટે ચાર વર્ષ પહેલા ફ્રાન્સ સાથે 59 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. વાયુસેનામાં રાફેલ સામેલ થવાથી તેની યુદ્ધ ક્ષમતામાં મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ થવાની આસા છે. ભારતને આ લડાકુ વુમાન એવા સમયે મળી રહ્યા છે જ્યારે પૂર્વ લદ્દાખમાં સરહદ મુદ્દે ચીન સાથે ગતિરોધ ચાલી રહ્યો છે.
રાફેલની વધુમાં વધુ સ્પીડ 2130 કિમી/કલાક અને 3700 કિમી સુધી મારક ક્ષમતા છે. એક મીનિટમાં 60,000 ફૂટ ઉંચાઈ અને 4.5 જેનરેશનનું ટ્વીન એન્જિન લેસ છે. 75 ટકા વિમાન હંમેશા ઓપરેશન માટે તૈયાર હોય છે. પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે
24,500 કિલો વજન સાથે વધારાની 60 કલાક પણ ઉડી શકે છે. 150 કિમી દૂરથી પણ કોઈ અટેક કરે તો પણ નજરે ન આવી શકે. સાથે જ તે હવા અને જમીન બંને પ્રકારે અટેક કરવા માટે સક્ષમ છે.
રાફેલ એક મિનીટમાં 60 હજાર ફૂટની ઉંચાઈ સુધી પણ જઈ શકે છે. વધુમાં 24500 કિલોગ્રામ વજન સાથે પણ ઉડી શકે છે. વિમાનમાં ઈંધણની ક્ષમતા 17 હજાર કિલોગ્રામ છે. જે બે એન્જિનવાળુ વિમાન છે.
ટેકનોલોજીમાં ઉત્તમ આ વિમાન હવામાં નજર રાખવા, ગ્રાઉન્ડ સપોર્ટ, ઈન ડેપ્થ સ્ટ્રાઈક, એંટી શર્પ સ્ટ્રાઈક અને પરમાણુ અભિયાનોને અંજામ આપવા માટે સક્ષમ છે. જેમાં મલ્ટી મોડ રડાર પણ લાગેલા છે.
રાફેલ વિમાન ફ્રાંસની ડેસાલ્ય કંપનીએ બનાવ્યા છે. જે બે એન્જિન વાળુ લડાયક વિમાન છે. યુદ્ધના સમયે તે મહત્વની ભૂમિકા ભજવે છે. હવાઈ હુમલો, જમીની હુમલો, વાયુ વર્ચસ્વ પર ભારે હુમલો અને પરમાણુ પ્રતિરોધ આ રાફેલની ખૂબીઓ છે.
અધિકારીઓએ સાંજે કહ્યું કે, તમામ પાંચેય રાફેલ વિમાન અંદાજે સાત કલાકની ઉડાન બાદ યૂએઈના અલ દાફરા એરબેસ પર સુરક્ષિત ઉતર્યા છે.
નવી દિલ્હીઃ રાફેલ લડાકુ વિમાનનો પ્રથમ જથ્થામાં પાંચ વિમાન ફાન્સથી ભારત માટે રવેના થઈ ગયા છે. ફ્રાન્સના શહેર બોર્ડેઓસ્કમાં વાયુસાના બેસથી રવાના થયેલ વિમાન લગભગ 7000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને બુધવારે અંબાલા વાયુસેના એરબેસ પર પહોંચ્યા. હાલમાં વિમાન યૂએઈમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -