Actors Eat For Breakfast:જાણો આપના ફેવરિટ સેલેબ્સનું મોર્નિંગ બ્રેકફાસ્ટ રૂટીન
Celebs Breakfast Routine: જો આપ પણ બોલિવૂડ સેલેબ્સની ફિટ બોડીનું રહસ્ય જાણવા માગો છો અને તેમના જેવું ફિટ અને ફાઇન બોડી ઇચ્છો છો તો તેમના ડાયટને ફોલો કરવું પણ જરૂરી છે. આવો જાણીએ તેમના નાસ્તા વિશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપ પણ સેલેબ્સ જેવી સ્કિન અને ફિટનેસ ઇચ્છો છો તો તેમનો ડાયટ ફોલો કરવો પણ જરૂરી છે. આજે અમે તમને કેટલાક સેલેબ્સના સવારના નાસ્તાના રૂટિન વિશે જણાવી રહ્યા છીએ.
તો જાણીએ આ સેલેબ્સ સવારના નાસ્તામાં શું ખાય છે અને કેટલી માત્રામાં ખાય છે. જેથી આપ પણ તેમના જેવું ફિટ બોડી મેળવવામાં સફળતા મેળવી શકો.
જો કે, એવું પણ કહેવાય છે કે જો તમે સવારની શરૂઆત હેલ્ધી આદતથી કરો તો આખો દિવસ સારો જાય છે. આ સેલેબ્સ આ બાબતને ખૂબ સારી રીતે ધ્યાનમાં લે છે અને પછી ભલે તેઓ તેમની દિનચર્યામાં ગમે તેટલા વ્યસ્ત હોય. આવો જાણીએ આ સેલેબ્સનું બ્રેકફાસ્ટ રૂટીન શું છે.
પ્રિયંકા ચોપરા: સૌથી વ્યસ્ત સેલેબ્સમાંની એક છે, દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ હોલીવુડ સુધીનો સફર ખેડ્યો છે. આટલી વ્યસ્ત હોવા છતાં પ્રિયંકા ક્યારેય તેનો નાસ્તો છોડતી નથી. તે જ સમયે, તે એ વાતનું પણ ધ્યાન રાખે છે કે તેનો સવારનો નાસ્તો ખૂબ જ હેલ્ધી હોય
પ્રિયંકા નાસ્તો એક ઈંડા સાથે એક ગ્લાસમાં સ્કિમ્ડ મિલ્ક લે છે. પ્રિયંકાનું માનવું છે કે જો કોઈ વ્યક્તિએ વજન ઓછું કરવું હોય તો ભૂખ્યા રહેવાની જરૂર નથી પરંતુ વ્યક્તિએ યોગ્ય રીતે ખાવાની જરૂર છે. ઉપરાંત, તે ક્યારેય વર્કઆઉટ કરવાનું ચૂકતી નથી.
જ્હોન અબ્રાહમઃ બોલિવૂડના હેન્ડસમ હિરો જોન અબ્રાહમના બ્રેકફાસ્ટ મેનુની વાત કરીએ તો તે સવારમાં એગ્સની સાથે બટર ટોસ્ટ અને જ્યુસ પીએ છે.
કેટરિના કૈફઃ કેટરિનાની દોષરહિત ત્વચા અને ફિટ બોડી કોઈને પણ તેના દિવાના બનાવી શકે છે. કેટરીના તેના દિવસની શરૂઆત પહેલા 4 ગ્લાસ પાણી પીને કરે છે.
કેટરીના સવારની શરૂઆત પૌષ્ટીક બ્રેકફાસ્ટથી કરે છે. કેટરિના ઓટમીલ, ઈંડું અને એક ગ્લાસ દાડમના રસ સાથે નાસ્તો કરે છે.