IRCTC Tour Package: બર્ફિલી પહાડીઓનો માણવો છે આનંદ, તો IRCTCની સાથે કરો લેહ-લદ્દાખની સેર, જાણો કેટલો થશે ખર્ચ
IRCTC Tour Package: આઇઆરસીટીસી તમારા માટે લેહ-લદ્દાખ ફરવાનો શાનદાર મોકો લઇને આવ્યુ છે, આ પેકેજમાં તમારી યાત્રા 7 રાત અને 8 દિવસની રહેશે. જાણો આની પુરેપુરી ડિટેલ્સ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIRCTC Leh ladakh Tour Package 2022: જો તમે પહાડો પર ફરવાના શોખીન છો, તો આઇઆરસીટીસી તમારા માટે લેહ-લદ્દાખનો શાનદાર પેકેજ લઇને આવ્યુ છે, આ પેકેજમાં ઓછા ખર્ચમાં તમે લદ્દાખની સુંદર જગ્યાઓની સફર કરી શકશો. જાણો આ ટૂર પેકેજ સાથે જોડાયેલી તમામ જાણકારી.......
આઇઆરસીટીસી સમય સમય પર પોતાના યાત્રીઓ માટે ખાસ પેકેજ લઇને આવે છે, વળી, લદ્દાખના પેકેજમાં તમને પ્રતિ વ્યક્તિ 43,910 રૂપિયા ખર્ચ કરવા પડશે અને તમારી યાત્રા 7 રાત અને 8 દિવસની હશે.
આ 8 દિવસની યાત્રામાં તમે વેલી, લેહ, નુબ્રા, ટટુર્ક અને પેગોંગની સેર કરી શકશો. તમારી યાત્રાની શરૂઆત ફ્લાઇટથી કરવામાં આવશે.
ખાસ વાત છે કે આઇઆરસીટીસીના આ ટૂર પેકેજમાં યાત્રીઓને ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ અને ઇમર્જન્સીમાં ઓક્સિજન સિલિન્ડર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
આ પેકેજ માટે બુકિંગ તમે આઇઆરસીટીસીની અધિકારિક વેબસાઇટ itctctourism.com પર જઇને કરાવી શકો છો, કે પછી રિઝનલ ઓફિસમાં જઇને પણ બુકિંગ કરાવી શકો છો.