Hair care Home Remedies: એશ્વર્યા રાય બચ્ચનથી માંડીને પ્રિયંકા ચોપડા સુધીની એક્ટ્રેસ આ ઘરેલુ નુસખાથી લે છે વાળની સંભાળ
મહિલાની સુંદરતા તેના વાળથી છે. બોલિવૂડ એક્ટ્રેસ વાળની સુંદરતાનું મહત્વ ખૂબ સારી રીતે સમજે છે. તેથી આ એક્ટ્રેસ મોંઘાદાટ હેર પ્રોડક્ટની બદલે ઘરેલુ નુસખાથી જ હેર કેર કરે છે. એશ્વર્યા રાય ઇંડાનું હેર માસ્ક બનાવે છે. તેમાં તે ઓલિવ ઓઇલ મિકસ કરે છે. આ હેર પેક પ્રોટીનથી ભરપૂર હોય છે. તે વાળને સ્મૂધ અને સિલ્કી બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેખાના લાંબા અને કાળ ભમર વાળનું રાજ દાળની પેસ્ટમાં છે. જી હાં રેખા ચણાની દાણની પેસ્ટ વાળ પર લાગવે છે. આ પેસ્ટને બનાવવા માટે અડધો કપ દાળ રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ દાળથી પાણી અલગ કરી દો. પલાળેલી દાળમાં દૂધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને સવારે વાળ પર લગાવી દો, 30 મિનિટ સુધી પેસ્ટને વાળમાં રહેવા દો અને ત્યારબાદ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ ઘરેલુ નુસખાના કારણે જ રેખાના વાળ કુદરતી રીતે જ કાળા છે.
પ્રિયંકા પણ હેર કેર માટે ઘરેલુ પ્યોર વસ્તુનો જ ઉપયોગ કરે છે. તે નારિયેળ તેલથી સમય-સમય પર વાળમાં ચંપી કરે છે તો એગ, મધ, દહીં મિક્સ કરીને હેર પેક તૈયાર કરે છે. જેને વાળને લગાવે છે ઉપરાંત નારિયેળ તેલ નિયમિત લગાવે છે.
તમ્મના ભાટિયા ડુંગળીના રસનો ઉપયોગ કરે છે. તમન્ના વાળની સંભાળ માટે નારિયેળ તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને સ્કાલ્પમાં લગાવે છે. તેનાથી વાળનો ગ્રોથ વધવાની સાથે વાળ ખરતા બંધ થઇ જાય છે. વાળ સ્મૂધ અને સિલ્કી બને છે.