કરીના કપૂરથી માંડીને મલાઇકા સુધી ચહેરા પર ગ્લો લાવવા માટે આ ટિપ્સને કરે છે ફોલો
બોલિવૂડની મોટાભાગની અભિનેત્રી સ્કિન કેર માટે પરંપરાગત નુસખા પર ભરોસો કરે છે. નિખાર માટે તે ઘરેલુ નુસખાનો ઉપયોગ કર છે. પ્રયિંકા ચોપડા પણ ઘરેલુ ફેસપેકનો ઉપયોગ કરે છે. તે દહીં, ઓટમીલ, હળદરની પેસ્ટ ચહેરા પર લગાવે છે. પ્રિયંકા કહે છે કે, “આ ઘરેલુ નુસખા મારી ત્વચાને સાફ કરીને તાજગીથી ભરી દે છે”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્મા કપૂર અને કરીના કપૂર બંને તેમની સ્કિન પર માચા ફેસ પેક લગાવે છે. માચા એક ખાસ પ્રકારની ગ્રીન ટી હોય છે. માચા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. માચા ટીમાં ફ્લોરોફિલ વધુ માત્રામાં હોય છે. જે સ્કિનની અંદર પહોંચીને સ્કિને નિખારે છે.
મલાઇકા, યામી, સોનમ આ તમામ એક્ટ્રેસ ક્લે ફેસ માસ્કનો ઉપયોગ કરે છે.ક્લે ફેસ માસ્ક ઓઇલી સ્કિન માટે બેસ્ટ છે. શરીરની ત્વચાની જરૂરિયાત મુજબ તેને વીકમાં બે કે ત્રણ વખત લગાવી શકાય છે. ક્લે ફેસ પેક શરીરની દરેક પ્રકારની સમસ્યાને દૂર કરે છે
સુષ્મિતા સેન પણ ઘરેલુ નુસખાનો જ પ્રયોગ કરે છે. તે મલાઇમાં બેસન મિક્સ કરી સ્કિન સ્ક્રર્બ કરે છે.બેસનમાં જિંક સ્મૂધિગ પ્રોપર્ટી હોય છે. જે સ્કિનની પિમ્પલ સહિતની સ્કિનની પ્રોબ્લેમ દૂર કરે છે.
મલાઇકા અરોડા એલોવેરા જેલ ચહેરા પર લગાવવાનું પસંદ કરે છે. તેમને જ્યારે પણ સમય મળે છે. તે એલોવેરા જેલ લગાવે છે. જ્યારે તેને લાંબા સમય સુધી મેકઅપ કેરી કરવો પડે તો તો દિવસમાં બે વખત 10 -10 મિનિટ ફેસ પેક લગાવે છે. મલાઇકા ચહેરા પર મધ પણ લગાવે છે. મધ ત્વચાને મોશ્ચરાઇઝ કરે છે અને ગ્લોઇંગ બનાવે છે.