Astrology tips :પર્સ પર હંમેશા રહેશે મા લક્ષ્મીની કૃપા, રાશિ અનુસાર કરો કલરની પસંદગી
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની દિશા અને સામાનને રાખવાની યોગ્ય દિશાનો જીવન પર પ્રભાવ પડે છે. સુખી સમૃદ્ધ જીવન માટે વાસ્તુમાં અનેક નિયમો દર્શાવવામાં આવ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તુશાસ્ત્ર મુજબ રંગોનો પણ જીવન પર ગહન પ્રભાવ પડે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો આપ પર્સની પણ પસંદગી આપની રાશિના રંગ મુજબ કરશો તો આપનું પર્સ હંમેશા ભર્યું રહેશે અને ક્યારે ધનની કમી નહી વર્તાય
સફેદ રંગનું પર્સ-મિથુન, તુલા, કુંભ, રાશિના જાતક માટે શુભ રહે છે. આવકમાં વૃદ્ધિ થાય છે અને માનસિક શાંતિ પણ મહેસૂસ થાય છે.
ભૂરા રંગનું પર્સ- વૃષભ, કન્યા, મકર રાશિના જાતક માટે આ રંગનું પર્સ ઉત્તમ છે. આ રાશિના જાતક આ રંગના પર્સમાં પૈસા રાખશે તો પર્સ ક્યારેય ખાલી નહીં થાય
લીલા રંગનું પર્સઃ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે લીલા કે સફેદ રંગનું પર્સ ફાયદાકારક સાબિત થશે. આમ કરવાથી તેમનું ભાગ્ય હંમેશા તેમનો સાથ આપશે.
લાલ પર્સ- વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે મેષ, સિંહ અને ધનુ રાશિના લોકો માટે લાલ કે નારંગી રંગનું પર્સ રાખવું ફાયદાકારક રહેશે.
પર્સમાં રાખો આ ખાસ વસ્તુઃ આ બધી વસ્તુઓ સિવાય જો તમે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર્સમાં રાખવા માંગો છો તો લાલ રંગના કાગળ પર તમારી ઈચ્છા લખો અને તેના પર રેશમી દોરો બાંધીને પર્સમાં રાખો. ઉપરાંત, તમારા વિચારોને સકારાત્મક રાખો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ થોડા જ સમયમાં પૂર્ણ થશે.